નવી દિલ્હીઃ ટેક્નોલોજીના યુગમાં યુઝર્સ માટે પ્રાઈવસી સાચવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો ઘણા એપ્સ તમારા પર નજર રાખે છે. તેઓ તમારું લોકેશન પણ જુએ છે પછી ભલે તમે ક્યાં જાઓ અથવા તમે ક્યાં હોવ. એક રિપોર્ટ મુજબ આજકાલ મોબાઈલ એપ્સ લોકેશન એક્સેસના નામે યુઝર્સના લોકેશન જોઈ શકે છે. હદ તો ત્યારે થઈ જ્યારે તમે એપ્સનો ઉપયોગ પણ કરતા નથી અને છતાં પણ આ એપ્સ તમારું લોકેશન જોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


અર્કાની સ્ટેટ ઓફ ડેટા પ્રાઈવસીની 2022 આવૃત્તિ 200 મોબાઈલ એપ્સ અને વેબસાઈટ્સ પર આધારિત છે. જેમાં 25 ક્ષેત્રોના 100 ભારતીય સંગઠનો અને અમેરિકા અને બ્રિટનના 76 સંગઠનો સામેલ છે. આ રિપોર્ટમાં બાળકો માટેની 30 એપ્સનો અભ્યાસ વિવિધ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુઝર્સના લોકેશન સિવાય મોબાઈલ એપ્સમાં કેમેરા અને માઈક્રોફોન જેવી વસ્તુઓનો પણ એક્સેસ હોય છે.


એન્ડ્રોઈડ એપ્સને આપવામાં આવતી પરવાનગી-
- 76 ટકા એપ્સ લોકેશનની ઍક્સેસ ધરાવે છે.
- 76 ટકા એપ્સ પાસે કેમેરાની ઍક્સેસ છે.
- 57 ટકા એપ્સ પાસે માઇક્રોફોન એક્સેસ છે.
- 43 ટકા એપ્સ પાસે કોન્ટેક્ટ વાંચવાની એક્સેસ છે.
- 32 ટકા એપ્સ પાસે મેસેજ વાંચવાની એક્સેસ છે.
- 25 ટકા એપ્સ પાસે ફિંગરપ્રિન્ટની ઍક્સેસ છે. (ડિવાઈસને અનલૉક કરવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ)


iOS એપ્સને આપવામાં આવેલી ટોચની પરવાનગીઓ-
- 83 ટકા એપ્સ તમારા લોકેશનની એક્સેસ ધરાવે છે.
- 81 ટકા એપ્સ પાસે કેમેરાની ઍક્સેસ છે. (એપનો ઉપયોગ કરતી વખતે જ)
- 90 ટકા એપ્સ પાસે ફોટોઝની ઍક્સેસ છે. (ફોટો વાંચવા અને લખવાની ઍક્સેસ)
- 64 ટકા એપ્સ પાસે માઇક્રોફોન એક્સેસ છે.
- 49 ટકા એપ્સ પાસે કોન્ટેક્ટ વાંચવાની એક્સેસ છે.
- 36 ટકા એપ્સ પાસે કેલેન્ડર એક્સેસ છે.
ગોપનીયતા સુરક્ષિત કરવાની જરૂર છે


આ રિપોર્ટ જોઈને ભારતીય સંગઠનને પ્રાઈવસીના મુદ્દે એકસાથે ઊભા રહેવાનો મોકો મળ્યો છે. અત્યારે જે ચિત્ર જોવા મળી રહ્યું છે તે પ્રોત્સાહક નથી. આવી સ્થિતિમાં યુઝર્સની ગોપનીયતા સાથે રમતને રોકવા માટે તાત્કાલિક કાયદાકીય હસ્તક્ષેપની જરૂર છે.