નવી દિલ્હીઃ શું તમારા મોબાઈલ ફોનમાં પણ ફ્લિપકાર્ટ, એમઝોન, સુલેખા જેવી કંપનીઓના OTP આવે છે? જો હા તો સમજી લો કોઈ તમારી સાથે પ્રેંક કરી રહ્યું છે. આવા પ્રકારના પ્રેંકને SMS બોંબિંગ કહેવામાં આવે છે. વર્ષોથી આ પ્રકારના પ્રેંક એન્ડ્રોઈડના કેટલાક એપ્સ થકી કરવામાં આવે છે. SMS બોંબિંગનો મતલબ જ એ છે કે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં થર્ડ પાર્ટી એપ થકી ઢગલાબંધ SMS કરવા. ઘણા કિસ્સાઓમાં, એવું જોવામાં મળ્યું છે કે OTP SMS સિવાય, OTP કૉલ પણ વપરાશકર્તાઓના મોબાઇલ નંબર પર આવવા લાગે છે. આવી સ્થિતિમાં, સામાન્ય એન્ડ્રોઈડ ફોન થોડા સમય માટે હેંગ થઈ જાય છે. આટલા બધા OTP મેસેજ જોઈને ઘણા યુઝર્સને લાગે છે કે તેમની ડિવાઈસ હેક થઈ ગઈ હશે. પરંતુ એવું નથી હોતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SMS બોમ્બિંગ માટે થર્ડ પાર્ટી એપ્સ કોઈ ચાર્જ લેતા નથી. એટલે કે, તે સંપૂર્ણપણે ફ્રી છે. ઘણી વેબસાઇટ્સ અને એપ્સ SMS બોમ્બિંગ સેવા પૂરી પાડે છે. આ માટે તમારે ફક્ત મિત્રનો મોબાઈલ નંબર અને SMS નંબર પસંદ કરવાનો રહેશે. આ પછી, ટાર્ગેટ નંબર પર એક પછી એક OTPના SMS આવવા લાગે છે. આ માટે, આ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ આ કંપનીઓના API પોઈન્ટ્સમાં ખામીઓનો લાભ લે છે અને વપરાશકર્તાઓને સતત OTP સંદેશાઓ મોકલીને તેમના પર SMS બોમ્બિંગ કરવામાં આવે છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube