નવી દિલ્લી: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક જનરલ મીટિંગ દરમિયાન જીયોની 5જી સર્વિસની જાહેરાત કરી દીધી. અંબાણીના જણાવ્યા પ્રમાણે હાલમાં 5જી સર્વિસ કેટલાંક શહેરો માટે જ લાગુ રહેશે. જોકે વર્ષના અંત સુધીમાં આખા દેશમાં રિલાયન્સ જિયોની 5જી સર્વિસ શરૂ  થઈ જશે. જિયોની આ સર્વિસ શરૂઆતમાં દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં મળશે. આ શહેરોમાં દિવાળી સુધી 5જી સર્વિસ મળવાનું શરૂ થઈ જશે. આ સર્વિસ આવવાથી સામાન્ય લોકોને શું ફાયદો થશે. તમારા જીવન પર તેની શું અસર થશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનાલોગથી ઈન્ટરનેટ સુધીની સફર:
1. 1G - 1979માં એનાલોગ ટેલિકમ્યુનિકેશન
2. 2G - 1991માં ટેક્સ્ટ મેસેજ
3. 3G - 1998માં મોબાઈલ અને વાયરલેસ ઈન્ટરનેટ કનેક્શન
4. 4G - 2008માં ક્લાઉડ, આઈપી અને બ્રોડબેન્ડ
5. 5G - 2019માં હાઈસ્પીડ અને અનલિમિટેડ ડેટા કેપેસિટી


5જી ઈન્ટરનેટ અને 4જી વચ્ચે શું અંતર છે:
ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5જી કહેવાય છે. આ એક વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે. જે તરંગો દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવે છે. તેમાં મુખ્ય રીતે ત્રણ પ્રકારના ફ્રીકવન્સી બેન્ડ હોય છે. 4જીમાં 100 એમબીપીએસની સ્પીડ મળે છે. જ્યારે 5જીમાં 10,000 એમબીપીએસની સ્પીડ મળે છે. 4જીમાં એક કિમી લાંબા-પહોળા વિસ્તારમાં 4000 ડિવાઈ સ કનેક્ટ થઈ શકે છે. જ્યારે 5જીમાં એક કિલોમીટરના વિસ્તારમાં 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકે છે. 4જીની બેન્ડવિથ 200 એમબીપીએસ છે. જ્યારે 5જીની બેન્ડવિથ 1જીબીપીએસની છે. એવરેજ સ્પીડ  4જીની 25 એમબીપીએસની છે. તો 5જીની 200થી 400 એમબીપીએસ છે.


5જી આવવાથી શું ફાયદો થશે:
1. ગ્રાહક ઝડપી સ્પીડે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે
2. વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5જી મોટું પરિવર્તન લાવશે
3. યુ-ટ્યૂબ પર વીડિયો બફરિંગ વિના જોઈ શકાશે
4. વોટ્સએપ કોલમાં અવાજ અટક્યા વિના અને સ્પષ્ટ આવશે
5. મૂવી 20થી 25 સેકંડમાં ડાઉનલોડ થઈ જશે
6. કૃષિ ક્ષેત્રમાં ખેતરની દેખરેખમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાશે
7. મેટ્રો અને ડ્રાઈવરલેસ ચાલનારી ગાડીઓને ઓપરેટ કરવામાં સરળતા રહેશે
8. વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીમાં રોબોટનો ઉપયોગ શક્ય બનશે
9. 5જીના આવવાથી ઈન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધારે કમ્પ્યૂટર સિસ્ટમને કનેક્ટ કરી શકાશે


5જીના આવવાથી લોકોને શું ફાયદો:
5જી ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ભારતમાં ઘણું બધું બદલાઈ જશે. તેનાથી લોકોનું કામ જ સરળ નહીં થાય પરંતુ મનોરંજન અને સંચાર (કમ્યુનિકેશનના) ક્ષેત્રમાં ઘણું બધું બદલાઈ જશે. 5જી માટે કામ કરી રહેલ કંપની એરિક્સનનું માનવું છેકે 5 વર્ષમાં ભારતમાં 50 કરોડથી વધારે 5જી ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા થઈ જશે.