દુનિયાનો સૌથી હાઈ રિઝોલ્યુશન કેમેરા ફોન! 200 Megapixel માં `મુગલ-એ-આઝમ` પણ થઈ જશે રેકોર્ડ
અત્યાર સુધીમાં સૌથી વધારે 108 મેગાપિક્સલ હાઈ રિઝોલ્યુશનવાળા કેમેરાથી સજ્જ ફોન લોન્ચ કરવામાં આવી રહ્યાં હતા. જો કે મોટોરોલા દુનિયાનો પહેલો 200 મેગાપિક્સલવાળા કેમેરા ફોનને લોન્ચ કરી રહી છે. તમે માત્ર અંદાજો લગાવી લો કે આ ફોનમાંથી પાડેલો એક ફોટોનું રિઝોલ્યુશન કેટલું હશે.
નવી દિલ્હીઃ શરૂઆતમાં મળતા ફોનમાં 0.3 મેગાપિક્સલનો કેમેરો મળતો એ લોકો માટે મોટી વાત હતી. ત્યારબાદ 1.3 અને 2 મેગાપિક્સલ કેમેરાવાળા ફોન લોન્ચ થયા. બાદમાં સ્માર્ટફોન્સમાં તો 13 અને 48 મેગાપિક્સલ હાઈ રિઝોલ્યુશન વાળા સ્માર્ટફોન આવ્યા. છેલ્લે 108 મેગાપિક્સલવાળા ફોને ધમાલ મચાવી. પરંતુ ટેક્નોલોજી છે કે થમવાનું નામ જ નથી લેતી. કારણ કે મોટોરોલા જેવી દિગ્ગજ સ્માર્ટફોન કંપની 200 મેગાપિક્સલવાળો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. તમે પણ ચોંકી ગયા હશો કે 200 મેગાપિક્સલ. તો ચાલો જોઈએ આ સુપર કેમેરા ફોનમાં ક્યાં ક્યાં અન્ય ફીચર્સ છે.
મોટોરોલાએ ભારતમાં 200 મેગાપિક્સલ કેમેરા સાથે તેનો ફ્લેગશિપ ફોન Motorola Edge Ultra 30 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફોન ભારતીય બજારમાં 13 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ ફોન ચીનના માર્કેટમાં લોન્ચ થયેલા Moto X30 Proનું રિબ્રાન્ડેડ વર્ઝન હશે. આ ફોન ગયા મહિને જ લોન્ચ થયો હતો. Motorola Edge Ultra 30 Snapdragon 8+ Gen 1 પ્રોસેસર અને 60-megapixel સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થઈ શકે છે.
Motorola Edge Ultra 30ની અપેક્ષિત કિંમત-
Motorola Edge Ultra 30 પણ Moto X30 Proની કિંમતની આસપાસ લોન્ચ થઈ શકે છે. ચીનમાં, Moto X30 Proના 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 3,699 Yuan એટલે કે 43,600 રૂપિયા રાખવામાં આવી છે. તો ફોનના 12 જીબી સાથેના 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 4,199 યુઆન એટલે કે આશરે 49,500 રૂપિયા અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટ સાથેના 12 જીબીની કિંમત 4,499 યુઆન એટલે કે આશરે 53,000 રૂપિયા રાખવામાં આવી છે. Motorola Edge Ultra 30 રિટેલ સ્ટોર્સ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.
Motorola Edge Ultra 30ના સંભવિત સ્પેસિફિકેશન્સ-
Motorola Edge Ultra 30 ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ અને એન્ડ્રોઇડ 12 સાથે લોન્ચ કરવામાં આવશે. ફોનમાં 6.73-ઈંચની FHD+ POLED ડિસ્પ્લે મળશે, જે 144Hz રિફ્રેશ રેટ (1,080x2,400 પિક્સેલ્સ) રિઝોલ્યુશન અને HDR10+ સપોર્ટ સાથે આવશે. ફોનને Snapdragon 8+ Gen 1 પ્રોસેસર સાથે 8 GBની LPDDR5 RAM અને 256 GB સુધી UFS 3.1 સ્ટોરેજ મળી શકે છે. ફોનનો કેમેરો તેની સૌથી મોટી હાઈલાઇટ છે.
Motorola Edge Ultra 30માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેમાં 200 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા સેન્સરથી સજ્જ હશે. ફોનમાં બીજો 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને ત્રીજો સેન્સર 12 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર મળશે. સેલ્ફી માટે ફોનમાં 60 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે. ફોનમાં સુરક્ષા માટે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે. ફોનની બેટરી લાઇફ વિશે વાત કરીએ તો, તેમાં 4,610mAhની બેટરી અને 125W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનની અન્ય કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth v5.2, GPS, NFC અને USB Type-C પોર્ટને સપોર્ટ કરશે.