નવી દિલ્હીઃ બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. સતત આધુનિકરણની રફતાર તેજ બની રહી છે. મોબાઈલ યૂઝર્સ માટે રોજ નવી નવી એપ્સ પણ માર્કેટમાં આવી રહી છે. જેને કારણે તેમનું કામ વધુ સરળ બની શકે. સાથે જ તેમને મનોરંજન પણ મળી શકે. ત્યારે ભારતમાં તૈયાર થયેલી આ એપ્સ તમારા માટે ખુબ ઉપયોગ બની રહેશે. એપ્લિકેશન બનાવવામાં હવે ભારતીય ડેવલોપર પણ પાછળ નથી. ભારતમાં અનેક એપ્લિકેશન બનાવાયા છે, જે લોકોને મનોરંજન તેમજ ઉપયોગી થઈ રહ્યાં છે. આમાં Kooથી લઈ Ludo Kingના નામ સામેલ છે. આ અહેવાલમાં અમે તમને કેટલીક દેશી એપ્સ વિશે માહિતી આપશું, જે મોબાઈલ એપ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) Koo-
Koo એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ એપને માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરનો ઓલ્ટરનેટિવ માનવામાં આવી રહ્યો છે. આ એપની લોકપ્રિયતા પણ હાલના દિવસોમાં ઘણી વધી છે. આ એપ ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ભારત ઈનોવેટ ચેલેન્જનો વિજેતા પણ રહી ચુક્યો છે. આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.


2) ShareChat-
ShareChat એક રિજિનલ સોશિયલ નેટવર્ક છે. આના પર તમે તમારા વિચાર, લાઈવ રેકોર્ડ અને નવા મિત્રો બનાવી શકો છો. આ એપને અનેક ભાષામાં ઉપલબ્ધ કરાવાયું છે. આના પર 150 મિલિયનથી વધુ રજીસ્ટર્ડ યુઝર્સ છે. આ એપ 15 ભાષાઓમાં ઉપલબ્ધ છે.


3) Chingari-
ભારતમાં ટિકટોકના પ્રતિબંધ બાદ અનેક ભારતીય ડેવલોપર્સે તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. આમાંથી એક Chingari એપ છે. આ એપને બહું પહેલા બનાવાયું હતું. જો કે ટિકટોક પર પ્રતિબંધ બાદ તેને લોકપ્રિયતા મળી. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.


4) Moj-
ચિંગારી સિવાય Moj એપ પણ ઘણું પ્રખ્યાત છે. આ ભારતીય શોર્ટ વીડિયો બેઝ્ડ એપ છે. આ એપને લાખોવાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ એપને અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.


5) FAU-G-
PUBG Mobileના ભારતમાં પ્રતિબંધ બાદ FAU-Gનું એલાન થયું. આ ગેમિંગ એપને લઈ ઘણો હાઈપ બન્યું હતું. આ ગેમમાં ટીમ ડેથ મેચને પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં બનેલી આ ગેમનો પ્રચાર બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર કરી રહ્યાં છે.


6) Ludo King-
ભારતમાં બનેલી Ludo King યુવાનોમાં ઘણી લોકપ્રિય ગેમ છે. આ ગેમની લોકપ્રિયતા લોકડાઉન દરમિયાન ઘણી વધી હતી. આ ગેમને દરેક ઉંમરના લોકો રમી શકે છે. આ એપ એપલ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર બંનેમાં ઉપલબ્ધ છે. આ એપને કરોડો લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.