જલ્દી જ લૉન્ચ થશે એકદમ સસ્તો 5g સ્માર્ટફોન, જાણો કેમ આતુરતાથી જોવાઈ રહી છે આ ફોનની રાહ
આજે દરેક માણસ મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યો છે. એમાંય મોટાભાગના ધંધા-રોજગાર અને આર્થિક વ્યવહારો પણ હવે ઓનલાઈન થવા લાગ્યા છે. એવામાં ઈન્ટરનેટની સ્પીડ સારી હોય એ પણ જરૂરી છે. તેથી જ હવે માર્કેટમાં આવી રહ્યો છે સૌથી હાઈસ્પીડ ઈન્ટરનેટવાળો ફોન....
નવી દિલ્લીઃ ભારતીય મોબાઈલ બજારમાં એક નવો 5જી સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોન Tecno Camon 19 Pro 5G સ્માર્ટફોન છે. જેનું ટીઝર પણ કંપનીએ બહાર પાડ્યું છે. આ ફોનમાં 8 જીબી સુધી રેમ, 5000 mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ ફીચર્સ મળશે. ટેક્નોએ ટ્વીટર પર એક ટ્વીટ કર્યું છે, જેમા અપકમિંગ ફીચર્સની માહિતી શેર કરી છે. ટ્વીટમાં 10 સેકેન્ડમાં ટીઝર વીડિયો શેર કર્યો છે. વીડિયો અનુસાર, મોબાઈલમાં પ્રીમિયમ લૂક, સ્લિમ બેજેલ અને સામેની તરફ પંચ હોલ કટાઉટ આપવામાં આવ્યું છે. જેમા સેલ્ફી કેમેરા ફિટ કરવામાં આવશે. સાથે જ વીડિયોમાં કમિંગ સૂન પણ કહેવામાં આવ્યું છે. ડિવાઈસની જમણી બાજુ વોલ્યુમ રૉકર બટન આપવામાં આવ્યું છે.
ટેક્નોએ કર્યું ટ્વીટ-
ટીઝર વીડિયોમાં વધારે માહિતી તો આપવામાં નથી આવી પરંતુ ફોનને ગ્લોબલ વેરિયંટથી ઘણા સ્પેસિફિકેશન જાણી શકાય છે. ટેક્નોએ આ અપકમિંગ મોબાઈલ ફોનમાં 6.8 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપી છે. જે ફૂલ એચડી પ્લસ રિઝોલ્યુશન આપે છે. આ ફોનમાં યુઝર્સને 120 હર્ટ્જનો રિફ્રેશ રેટ જોવા મળે છે. જે ગેમિંગ એક્સપીરિયન્સ વધારે કામ આવે છે.
Tecno Camon 19 Pro 5Gની સંભવિત પ્રોસેસર-
Tecno Camon 19 Pro 5Gની પ્રોસેસરની વાત કરીએ તો તેમા મીડિયાટેક ડાઈમેંસિટી ચિપસેટનો ઉપયોગ થઈ શકે છે. સાથે જ 8 જીબી રેમ અને 256 જીબી સુધી ઈન્ટરનલ સ્ટોરેજ જોવા મળી શકે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી અને 33 વોટનું ફાસ્ટ ચાર્જર પણ મળશે.
Tecno Camon 19 Pro 5Gનું કેમેરા સેટઅપ-
Tecno Camon 19 Pro 5Gમાં બેક પેનલ પર કંપનીએ ડ્યુઅલ કેમેરા સેટઅપનો ઉપયોગ કર્યો છે. જેમાં પ્રાઈમરી અને સેકેન્ડરી કેમેરા અંગે અત્યાર સુધી કોઈ જાનકારી શેર કરવમાં નથી આવી. ગ્લોબલ વેરિયંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરાનો ઉપયોગ થયો છે. જોકે ભારતમાં લોન્ચ થનાર વેરિયંટમાં કયા કયા ફેરફાર કરવામાં આવશે તે તો લૉન્ચ પછી જ ખબર પડશે.