નવી દિલ્લીઃ આજકાલ જમાનો સ્માર્ટફોનનો છે. જેથી કરીને કંપનીઓ પણ યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને એક પર એક લેટેસ્ટ ફીચર્સ વાળા સ્માર્ટફોન બજારમાં ઉતારે છે. આપને બધા જ બજેટની રેન્જમાં સ્માર્ટફોન મળી રહે છે. પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જે ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આજે અમે આપને એવા જ એક ફીચર ફોન વિશે જણાવીશું જેની સાઈઝ એક આંગળી બરાબર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુઠ્ઠીમાં આવી જશે આ ફોન-
KECHAODA A26 એક એવો ફીચર ફોન છે જે દેખાવમાં એકદમ ક્યૂટ છે અને તેની ખાસિયત છે તેની સાઈઝ. આ ફોન સાઈઝમાં એટલો નાનો છે કે મુઠ્ઠીમાં બંધ પણ કરી લેશો તો પણ કોઈને ખબર નહીં પડે. આ ફોન સાઈઝમાં તમારી આંગળીથી પણ નાનો લાગશે. અને આકર્શક પણ છે. આપ આ ફોનને સેકન્ટરી ફોનની જેમ પણ ઉપયોગ કરી શકો છો.


ઓછી કિંમતનો છે ફોન-
KECHAODA A26 ફોનની કિંમત પર નજર કરીએ તો તે માત્ર 1,220 રૂપિયામાં મળી રહે છે. આ ફોન લગભગ બધી જ ઈ-કોમર્સ સાઈટ પર મળી રહેશે. આ ફોનનો બ્લેક, ગોલ્ડ, ગ્રે, સિલ્વર અને પિંક કલર પણ મળી રહે છે.


નાનકડા ફોનથી કરી શક્શો કૉલિંગ-
KECHAODA A26 ફોનથી આપ કૉલિંગ અને મેસેજ કરી શક્શો. આ ફોનમાં 32 એમબી રેમ અને 32 એમબી રોમ પણ મળી રહેશે. એટલુ જ નહીં પણ આપ 16 જીબી સુધીનું મેમરી કાર્ડ પણ લગાવી શકો છો. આ ફોનમાં 0.66 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. અને પાવર બેકઅપ માટે 800mAhની બેટરી પણ આપવામાં આવી છે. ફોનમાં ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે.