નવી દિલ્લીઃ મોબાઈલ ટેક્નોલોજીમાં દરરોજ નવા નવા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. થોડા વર્ષો પહેલા મોબાઈલ કંપનીઓએ ટેબલેટ લોન્ચ કર્યા હતા. જેને હાલમાં પણ લોકો પસંદ કરી રહ્યાં છે. જો કે લોકો ફોન સાથે ટેબલેટનો આનંદ લેવા માગતા હોવાથી મોબાઈલ કંપનીઓએ અલગ સ્માર્ટફોન બનાવ્યો. આજકાલ ફોલ્ડેબલ ફોનનો ક્રેઝ વધ્યો છે. સેમસંગ અને શાઓમી બાદ હવે વીવો પણ ફોલ્ડેબલ ફોનની રેસમાં જોડાઈ છે. વીવોએ હાલમાં પોતાનો નવો ફોલ્ડેબલ ફોન X Fold+ લોન્ચ કર્યો છે. આ શાનદાર દેખાતા સ્માર્ટફોનમાં શું છે ખાસ આવો જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીવો X Fold+માં Qualcomm Snapdragon 8+ Gen 1 સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોલ્ડેબલ ફોનમાં અંદરની સાઈડ 8.03 ઈંચની AMOLED સ્ક્રિન આપવામાં આવી છે. જ્યારે બહારની સાઈડ 6.53 ઈંચની AMOLED સ્ક્રિન આપવામાં આવી છે. આ ફોનમાં 4730mAhની બેટરી આપવામાં આવી છે. જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમજ 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 


ફોનના સ્પેસિફિકેશન્સ-
આ ફોનમાં 2K રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. સાથે જ 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનના કેમેરાની વાત કરવામાં આવે તો પ્રાઈમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, જ્યારે 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરો, 12 મેગાપિક્સલ પોર્ટ્રેટ અને 8 મેગાપિક્સલ પેરિસ્કોપ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 


આ ફોન એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુલ 5G સિમ સપોર્ટ સાથે આવે છે. ગ્લોબલ માર્કેટ અથવા ભારતમાં લોન્ચિંગ અંગે કંપનીએ કોઈ જાહેરાત કરી નથી. 


Vivo X Fold+ની કિંમત-
આ ફોન 2 કન્ફિગરેશનમાં આવે છે. તમે તેની 12GB RAM + 256GB સ્ટોરેજ 9,999 યુઆન (એટલે કે આશરે રૂ.1,15,000)માં ખરીદી શકો છો. જ્યારે 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,999 Yuan (એટલે કે આશરે રૂ. 1,25,000) છે. કંપનીએ હાલમાં તેને માત્ર ચીનમાં જ લોન્ચ કર્યું છે. આ સ્માર્ટફોન 3 કલર વિકલ્પોમાં આવે છે - બ્લેક, બ્લુ અને રેડ.