Keyboard password hacking: સ્માર્ટફોન જેટલી વધુ સગવડ આપે છે, તે તમારા માટે વધુ જોખમી બની શકે છે. કારણ કે તમારી અંગત માહિતીની સાથે ફોનમાં બેંકિંગ સેવા હાજર હોય છે. અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ Samsung, Xiaomi, Vivo અને Oppo વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કીબોર્ડના સ્ટ્રોક સાથે ફોનમાં રેકોર્ડ કરાયેલા બેંકિંગ અને સોશિયલ મીડિયાના પાસવર્ડની ચોરી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે થાય છે છેતરપિંડી- 
જ્યારે તમે સ્માર્ટફોનથી બેંકિંગ પેમેન્ટ અથવા સોશિયલ મીડિયા એપમાં લોગિન કરો છો, ત્યારે તમારે લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરવો પડશે. જો કે, કેટલાક ખાસ પ્રકારના કીબોર્ડ બનાવવામાં આવી રહ્યા છે, જેના દ્વારા તે જાણી શકાય છે કે તમે કયું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કર્યો છે. આમાં કીબોર્ડ સ્ટ્રોક રજીસ્ટર થાય છે.


સિટીઝન લેબના તાજેતરના અહેવાલમાં, ઘણી કીબોર્ડ એપ્સની ઓળખ કરવામાં આવી છે જેમાં સુરક્ષા સામે જોખમો છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ એપ્સ કીસ્ટ્રોક લીક કરી શકે છે. વધુ ખતરનાક વાત એ છે કે આ કીબોર્ડ એપ્સનો ઉપયોગ સેમસંગ, શાઓમી જેવા સ્માર્ટફોનમાં કરવામાં આવ્યો છે.


કઈ કીબોર્ડ એપ્સ વાપરવા માટે જોખમી છે?
રિપોર્ટ અનુસાર, આ પ્રકારના કી બોર્ડનો સૌથી વધારે ઉપયોગ ચીનમાં થાય છે.  જે કીબોર્ડ સ્ટ્રોકને સર્વરમાં સ્ટોર કરે છે.


શુ કરવું પડશે?
તમારી કીબોર્ડ એપને હંમેશા અપડેટ રાખો. તમે એવી કીબોર્ડ એપ્સનો ઉપયોગ કરો જે કી સ્ટ્રોકનો ડેટાને ડિવાઈસ પર રાખે છે.