Gmail માં પડેલાં નકામા ઈમેલથી છો પરેશાન તો, ચપટીમાં આ રીતે કરો ડિલીટ
તમારા Gmailમાં સેંકડો ઈમેલ જમા થઈ ગયા છે અને તમે ઈચ્છો છો કે આ નકામા પડેલા ઈમેલ આપમેળે ડિલીટ થઈ જાય. તો આજે અમે તમને એક એવીી ટિપ્સ વિશે જાણકારી આપીશું જેનાથી ઈમેલ આપોઆપ ડિલીટ થઈ જશે.
નવી દિલ્લીઃ તમારા Gmailમાં સેંકડો ઈમેલ જમા થઈ ગયા છે અને તમે ઈચ્છો છો કે આ નકામા પડેલા ઈમેલ આપમેળે ડિલીટ થઈ જાય. તો આજે અમે તમને એક એવીી ટિપ્સ વિશે જાણકારી આપીશું જેનાથી ઈમેલ આપોઆપ ડિલીટ થઈ જશે.
આટલું કરવાથી તમારા મેઈલ થશે ડિલીટઃ
ઓટોમેટિત ઈમેલ ડિલીટ કરવા માટે તમારે ઓટો-ડિલીશન ફીચરનો ઉપયોગ કરવો પડશે. આ ફીચરની મદદથી તમારે વારંવાર જાતે ઈમેલ ડિલીટ કરવાની જરૂર નહીં પડે. ઈમેલ આપોઆપ ડિલીટ થઈ જશે. તેના માટે ફોલો કરો આ ટિપ્સઃ
-ઓટોમેટિક ઈમેલ ડિલીટ કરવા માટે તમારા કોમ્પ્યૂટર અથવા લેપટોપમાં જીમેલ ઓપન કરો.
-તમને સર્ચબારમાં ફિલ્ટર આઈકન જોવા મળશે, જેના પર ક્લિક કરો. જો તમને આ ઓપ્શન નથી દેખાતું તો તમે સેટિંગમાં જઈને ફિલ્ટર એન્ડ બ્લોક એડ્રેસ પર જઈને ક્રિએટ એ ન્યૂ ફિલ્ટર પર ક્લિક કરો. તેનાથી તમારું કામ થઈ જશે.
-પછી તમને ફ્રોમનો ઓપ્શન જોવા મળશે, જેમાં તમે તે ઈમેલ એડ્રેસ એથવા નામને એન્ટર કરો જે તમારા બિલકુલ કામના નથી.
-આટલું કર્યા બાદ ક્રિએટ ફિલ્ટર પર ક્લિક કરીને ડિલીટ ઈટ પર ટૈપ કરો.
-તે બાદ બીજીવાર ક્રિએટ ફિલ્ટર પર ક્લિક કરો.
-હવે જીમેલ તે તમામ ઈમેલ એડ્રેસથી આવેલા ઈમેલને ડિલીટ કરી દેશે જે તમારા કામના નથી. સાથે જ તે ઈમેલ પણ આપોઆપ ડિલીટ થઈ જશે તે પહેલાંથી જ તેમાં છે.
જૂના ઈમેલ કેવી રીતે ડિલીટ કરશોઃ
તમે એક સાથે હજારો ઈમેલ ડિલીટ કરવા માગો છો તો તમારે મેન્યુઅલ રીત અપનાવી પડશે. તમારે સર્ચ બારમાં નામ અથવા ઈમેલ એડ્રેસ લખવાનું છે અને જીમેલ તમારા તરફથી મેળવેલા તમામ ઈમેલ બતાવશે. તે બાદ ઓલ બટન પર જાવ અને ડિલીટ આઈકન પર ટૈપ કરો. તે તમારા સ્વિગી, જોમેટો અને અન્ય પ્લેટફોર્મ જેવી સેવાઓના આવેલા સેંકડો ઈમેલ હટાવી દેશે.