Tecno Megabook T1 Laptop: જો તમે પણ એક દમદાર ફીચર્સથી લેસ લેપટોપ ખરીદવા માાંગતા હોવ તો તમારા માટે આ સારી તક છે. સ્માર્ટફોન અને લેપટોપ બનાવતી કંપની Tecno  લેપટોપ પર ધાંસૂ ઓફર લઈને આવી  છે. કંપનીના એક લેપટોપને ભારતીયો ખુબ  પસંદ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ટેક્નો કંપનીએ દાવો કર્યો છે કે Megabook T1 લેપટોપ તેના સૌથી વધુ વેચાતા લેપટોપમાંથી એક છે. તેણે ટ્રેડિશનલ લેપટોપ કેટેગરીમાં પગલું ભર્યું છે. આ લેપટોપની ખાસિયત એ છે કે તે મેટલ બોડ, લાંબી બેટરી લાઈફ અને ફિંગરપ્રિન્ટ સ્કેનર જેવા ફીચર્સથી લેસ છે. કંપનીના આ 79,999 રૂપિયાવાળા લોકપ્રિય લેપટોપને તમે ઈ કોમર્સ વેબસાઈટ અમેઝોનથી અડધી કિંમતે ખરીદી શકો છો. જાણો કઈ રીતે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફર સાથે ખરીદો Tecno Megabook T1 Laptop
આ લેપટોપની કિંમત 79,999 રૂપિયા છે. પરંતુ અમેઝોન તેના પર 55 ટકાની છૂટ આપી રહ્યું છે. ત્યારબાદ આ લેપટોપની કિંમત ઘટીને 35,990 રૂપિયા છે. જો તમે પણ તેને ઈએમઆઈ પર ખરીદવા માંગતા હોવ તો No Cost EMI સાથે તમે તેને 1745 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત જો તમારી પાસે HSBC નું ક્રેડિટ કાર્ડ હોય તો તેના પર તમે 150 રૂપિયની છૂટ પણ મેળવી શકો છો. તેને કાર્ટમાં એડ કર્યા બાદ તમને 20 રૂપિયાનું કેશબેક પણ મળશે. ( આ ઓફર લિમિટેડ સમય માટે આપવામાં આવેલી છે. )


Tecno Megabook T1 Laptop ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
ટેક્નો મેગાબુક ટી1 2023 લેપટોપના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Megabook T1 2023 માં 14 ઈંચનું FHD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તે 350 નિટ્સની બ્રાઈટ્સ સાથે આવે છે. કલર્સ માટે તેમાં 100 ટકા sRGB કલર ગેમટનો સપોર્ટ છે. કંપનીએ તેને TÜV Eye Comfort Certified કર્યું છે. જેનાથી લાંબા સમય સુધી ઉપયોગ કર્યા બાદ પણ તે આંખોને નુકસાન પહોંચવા દેતું નથી. 


તેના બિલ્ટ ફીચર્સની વાત કરીએ તો તેની પહોળાઈ 14.8mm છે. બોડી પર એલ્યુમિનિયમ મેટલ કેસિંગ કરાઈ છે. તેનું વજન 1.39 કિલોગ્રામ છે. પ્રોસેસિંગની વાત કરીએ તો તેમાં 13મી જનરેશનનું Intel Core i7-13700H પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે જ  Intel Iris ગ્રાફિક્સ પણ છે. લેપટોપમાં 16GB રેમ આપવામાં આવી છે. તે 1TB સુધી SSB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં  બેકલિટ કીબોર્ડ મળે છે. વીડિયો કોલિંગ વગેરે માટે 2MP કેમેરા આપવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube