Online Scam: `ફ્રેન્ડશીપ કરવી છે..?` ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી, જાણો મેસેજ આવે તો શું કરવું
Online Scam: ટેલીગ્રામ યુઝ કરતા લોકોએ વધારે એલર્ટ રહેવાની જરૂર છે. ટેલીગ્રામ પર અલગ અલગ નંબર પરથી ફ્રેન્ડશીપના મેસેજ કરી લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. આવા મેસેજમાં ફ્રેન્ડશીપ કરવા અને ગિફ્ટની લાલચ આપી લોકોના બેન્ક અકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે.
Online Scam: Whatsapp ને ટક્કર આપતા ટેલિગ્રામ પર પણ હવે યુઝરને સિક્યોરિટી જોખમમાં મુકાય છે. ટેલિગ્રામ યુઝ કરતા લોકો પણ સાઇબર ફ્રોડનો શિકાર થઈ રહ્યા છે. ટેલિગ્રામ માં લોકોને ફ્રેન્ડશીપ માટેના મેસેજ સાથે લિંક મોકલવામાં આવી રહી છે. ફ્રેન્ડશીપની લાલચમાં જો કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે તો સ્કેમર તેનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
આ પણ વાંચો: આધારકાર્ડ પર સિનિયર સિટીઝનને મળશે 5 લાખનો ફ્રી હેલ્થ વીમો, ઘરે બેઠા કરો આવેદન
ટેલિગ્રામ પર યુઝરને અલગ અલગ નંબરથી મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજમાં ફ્રેન્ડશીપની ઓફર કરવામાં આવે છે અને સાથે જ ગિફ્ટ કલેક્ટ કરવા માટે લિંક આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ફ્રેન્ડશીપ અને ગિફ્ટ ની લાલચમાં લિંક પર ક્લિક કરે તો સ્કેમર ડાયરેક્ટ વ્યક્તિના બેંક ખાતા સુધી પહોંચી જાય છે અને તેની અંગત જાણકારી પણ ચોરી કરી લે છે. જો ટેલિગ્રામ માં આ પ્રકારના મેસેજ આવે તો ક્યારેય લીંક પર ક્લિક કરવી નહીં. આ સિવાય telegram યુઝ કરતી વખતે કઈ ભૂલ કરવાનું ટાળવું તે પણ જાણી લો.
આ પણ વાંચો: BSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી અને અન્ય બેનિફિટ
ટેલિગ્રામ યુઝ કરો તો આ ભૂલ ન કરતા
ટેલિગ્રામનો ઉપયોગ સૌથી વધારે ફ્રી મુવી માટે કરવામાં આવે છે. પરંતુ ફ્રી મુવીના ચક્કરમાં કોઈપણ ગ્રુપ જોઈન્ટ કરી લેવું નહીં અને ગ્રુપમાં આવતી લીંક પર ક્લિક કરવું નહિ અને અજાણી ફાઈલ ડાઉનલોડ કરવી નહીં. ફ્રી મુવીની લીંકના નામે ખોટી લીંક શેર કરવામાં આવે છે અને તેના પર ક્લિક કરવાથી ફોનમાં વાયરસ ઇન્સ્ટોલ થઈ જાય છે.
આ પણ વાંચો: Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો
અંગત જાણકારી શેર ન કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થયા પછી અજાણ્યા લોકો જો તમારો સંપર્ક કરે તો તેમની સાથે પોતાની કોઈપણ પ્રકારની જાણકારી શેર કરવી નહીં. અંગત જાણકારી શેર કરવાથી પણ એકાઉન્ટ હેક થઈ શકે છે.
બિનજરૂરી ચેનલ અને ગ્રુપને અનફોલો કરો
ટેલિગ્રામ પર બિનજરૂરી ચેનલ અને ગ્રુપને અનફોલો કરી દેવા. જો તમે આ પ્રકારના અજાણ્યા ગ્રુપ કે ચેનલમાં એક્ટિવ રહેશો તો તમારી પાસે સ્પામ કોલ વધી જશે.
આ પણ વાંચો: સવારની આ 5 ખરાબ આદતો જ બગાડે છે દિવસ, હેલ્ધી અને ફીટ રહેવું હોય તો આજથી જ કરો ફેરફાર
પ્રાઇવેસી સેટિંગ
ટેલિગ્રામ ને સુરક્ષિત રાખવા માટે પ્રાઇવસી સેટિંગ ઓન રાખો. આ સેટિંગ પોતાની જરૂરિયાત અનુસાર કસ્ટમાઈઝ કરો. જેટલી જરૂરી હોય એટલી જ પરમિશન એપ્લિકેશનમાં આપો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)