નવી દિલ્હીઃ Elon Musk Launches Humanoid Robot Optimus: એલન મસ્ક માત્ર દુનિયાના ધનવાન વ્યક્તિ હોવાના રૂપમાં નહીં પરંતુ નવી-નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતા છે. તે ભવિષ્યની ટેક્નોલોજીનું નિર્માણ કરે છે. તેમની ટેસ્લા ઓટો પાયલટ કાર, મંગળ પર લોકોને લઈ જવાનો પ્રોજેક્ટ આ વાતનું પ્રમાણ છે. આ કડીમાં શુક્રવારે મસ્કે એક એઆઈ ઈવેન્ટમાં પોતાના હ્યૂમનોઇડ રોબોટ Optimus લોન્ચ કર્યો છે. આ રોબોટના ફીચરે દુનિયાને ચોંકાવી દીધી છે. એલન મસ્કનું કહેવું છે કે તેનો આ રોબોટ કારોબાર તેના કાર વ્યવસાયથી વધુ સફળ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનુષ્યોની જેમ કામ કરશે રોબોટ
આ રોબોટના પ્રોટોટાઇપને સ્ટેજ પર ઉતારવાની સાથે તેનો એક વીડિયો દેખાડવામાં આવ્યો, જેમાં આ રોબોટ બોક્સ ઉપાડતો, છોડને પાણી આપતો અને મનુષ્યોની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં મસ્કે કહ્યું કે અમારૂ ઉદ્દેશ્ય જલદીથી જલદી તેને ઉપયોગી હ્યૂમનોઇડ રોબોટ બનાવવાનો છે. 


Jio નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ‘ગંગા’ હશે ખાસ, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર્સ


આ કામ પણ કરી શકશે
એલન મસ્કનું કહેવું છે કે શરૂઆતમાં ઓપ્ટિમસને બેરિંગ અને ખતરનાક કામોમાં લગાવવામાં આવશે. તે ટેસ્લાના કારખાનામાં વસ્તુને અલગ-અલગ જગ્યાએ રાખશે. તે કાર મેન્યુફેક્ચરિંગ દરમિયાન બોલ્ટ ફટ કરશે. હ્યૂમનોઇડ રોબોટ ફર્મ એજિલિટી રોબોટિક્સના ચીફ ટેક્નોલોજી ઓફિસર જોનાથન હર્સ્ટે રોયટર્સને જણાવ્યું કે આ રોબોટ ભવિષ્યમાં ઘણું એવું કરી શકે છે, જે મનુષ્યો કરે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં આ રોબોટ માત્ર ઘરના કામમાં નહીં, પરંતુ સેક્સ પાર્ટનરના રૂપમાં પણ ઉપયોગ કરી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube