નવી દિલ્હી: જો તમને કહેવામાં આવે કે હવે તમે ચંદ્ર પર પહોંચીને તમારા સ્માર્ટફોન પર વાત કરી શકશો. સાથે જ વીડિયો કોલિંગની મજા માણી શકશો તો તમે આ વાત પર વિશ્વાસ નહી કરો. પરંતુ ટૂંક સમયમાં આ સંભવ બનશે. જી હાં... તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ અસંભવ લાગનાર કામને સંભવ કરવાનું બીડું નોકિયા અને વોડાફોને મળીને ઉઠાવ્યું છે. ટેલિકોમ ક્ષેત્રની કંપની વોડાફોન અને સ્માર્ટફોન બનાવનાર કંપની નોકિયા સાથે મળીને ટૂંક સમયમાં 4G નેટવર્કની શરૂઆત કરવાની છે. 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે. તેના હેઠળ ચંદ્ર પર હાલના 4G નેટવર્કની મદદથી બેસસ્ટેશન સુધી ડેફિનેશન (HD)માં વીડિયો સ્ટ્રીમ કરી શકાશે. ચંદ્ર પર શરૂ થનાર આ પ્રોજેક્ટથી ધરતી પર સીધું HD લાઇવ વીડિયો સ્ટ્રીમ કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઉપાડવામાં ફોલ્કન હેવી રોકેટનો 
એલન મસ્કની અમેરિકન પ્રાઇવેટ સ્પેસ કંપની SpaceX ગત ઘણા વર્ષોથી સ્પેસ મિશન પર કામ કરી રહી છે. સ્પેસ કંપની SpaceX એ તાજેતરમાં જ ફોલ્કન હેવી રોકેટ લોંચ કર્યું હતું. SpaceX  કંપનીનું કહેવું છે કે ફોલ્કન હેવી રોકેટ, સૌથી પાવરફૂલ રોકેટ ડેલ્ટા-4 થી બમણું વજન અંતરિક્ષમાં લઇ જઇ શકે છે. ચંદ્ર પર મોબાઇલ નેટવર્કની શરૂઆત માટે ફોલ્કન હેવી રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પાર્ટનરના રૂપમાં નોકિયા જોડાયેલ છે. નોકિયા, વોડાફોનની સાથે મળીને સ્પેસ-ગ્રેડ નેટવર્કનું નિર્માણ કરશે. આ ઇક્વિપમેંટ્સ વજનમાં હલકું હશે. આ પ્રોજેક્ટમાં કારમેકર કંપની ઓડી પણ જોડાયેલી છે. 


5G ઇન્ટરનેટ સર્વિસની સ્ટેબિલિટી ઓછી
આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે બર્લિનની PTScientists ની સાથે કંપનીઓ કામ કરી રહી છે. આ પ્રોજેક્ટના માધ્યમથી ચંદ્ર પર 4G નેટવર્કની શરૂઆત કરવામાં આવશે. પહેલાં આ કંપનીઓએ ચંદ્ર પર 5G ઇન્ટરનેટ સર્વિસની શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 5G ઇન્ટરનેટ સર્વિસની ઓછી સ્ટેબિલિટીના કારણે આ લૂનર સરફેર્સ પર યોગ્ય રીતે કામ કરી શકતી નથી. હાલ 5G ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ ટેસ્ટિંગ માટે કરવામાં આવી રહ્યો છે. આ મિશનમાં વોડાફોન અને નોકિયાની સાથે કારમેકર કંપની ઓડી પણ સાથે કામ કરી રહી છે. આ મિશન પ્રથમ પ્રાઇવેટ મૂન મિશન છે, જે ચંદ્ર પર હશે.