Twitter Edit Feature: ટ્વિટર વિશે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, હવે એડિટ થઈ જશે ટ્વીટ!
Twitter Edit Button: ટ્વીટ એડિટિંગને લઈને ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. ટ્વિટરે કહ્યું કે આ માત્ર ટેસ્ટિંગ છે. તેની સુવિધા જલદી વેરિફાઇડ યૂઝર્સને મળશે.
નવી દિલ્હીઃ ટ્વિટરને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા બાદ તેને એડિટ કરી શકશો. તે માટે ટ્વિટરે એડિટ બટન શરૂ કરી દીધું છે. પરંતુ શરૂઆતમાં માત્ર વેરીફાઇડ એકાઉન્ટને સુવિધા મળશે. ટ્વીટને એડિટ કરવાની માંગ યૂઝર્સ લાંબા સમયથી કરી રહ્યાં હતા. ખુદ ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વીટ દ્વારા એડિટ બટન શરૂ કરવાની માંગ કરી હતી. થોડા દિવસ પહેલા એલન મસ્ક ટ્વિટરને ખરીદવા પર વિચાર કરી રહ્યાં હતા પરંતુ આ ડીલ અટકી ગઈ છે. ટ્વિટરમાં એડિટ બટન ન હોવું પણ ડીલ અટકવા પાછળનું એક કારણ બન્યું છે.
30 મિનિટ સુધી એડિટ થઈ શકશે ટ્વીટ
ટ્વીટ કર્યા બાદ યૂઝર્સ તેને આગામી 30 મિનિટમાં એડિટ કરી શકશે. ટ્વિટરે હાલ તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ટ્વિટરે ટ્વીટ કરીને કહ્યું કે જો તમારા પોતાના એકાઉન્ટ પર એડિટનું બટન જોવા મળી રહ્યું છે તો તે ટેસ્ટિંગ માટે થઈ રહ્યું છે. સમાચાર છે કે તેની સુવિધા શરૂઆતમાં માત્ર તે લોકોને મળશે જેનું એકાઉન્ટ વેરિફાઇડ છે.
ટ્વીટની મૂળ હિસ્ટ્રી સાથે છેડછાડ થશે નહીં
જો તમે ટ્વીટ કર્યું છે અને તમે તેને બદલવા ઈચ્છો છો તો તેનો વિકલ્પ મળશે. પરંતુ તમને તેની સંપૂર્ણ હિસ્ટ્રી પણ જોવા મળશે. એટલે કે પહેલા ટ્વીટથી લઈને ફેરફાર સુધી. ભારતમાં આ સુવિધા ક્યારથી શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વેરિફાઇડ એકાઉન્ટને આ સુવિધા મળવાનું નક્કી છે. આ સાથે જો કોઈ વ્યક્તિ તમારૂ ટ્વીટ જોઈ રહ્યો છે, તો તેને ખ્યાલ આવી જશે કે ટ્વીટ એડિટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સૌથી દમદાર ઈન્ટરનેટ પ્લાન, 4000GB સુધી ડેટા અને 300Mbpsની સ્પીડ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર ફ્રી
રાખવી પડશે સાવધાની
ટ્વીટ એડિટ કરવાનો તે મતલબ નથી કે પહેલા તમે એક ગમે તે ટ્વીટ કરી દો અને વિચારો કે બાદમાં તેને એડિટ કરી દઈશ. એડિટ બટન આ પ્રમાણે કાર્ય કરશે નહીં. કારણ કે ઓરિજનલ ટ્વીટમાં શું ફેરફાર થયો છે તે પણ યૂઝર્સ જોઈ શકશે.
કેટલા યૂઝર્સ પર પડશે પ્રભાવ
ટ્વિટરના 350 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. એડિટ બટન માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ હવે થોડા દિવસમાં યૂઝર્સને આ એડિટ બટન મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube