નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ હાલમાં પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. ત્રણેય ખાનગી કંપનીઓના ગ્રાહકો માટે સૌથી પોપ્યુલર પ્લાન 28 દિવસવાળો છે. પરંતુ ઘણા ગ્રાહતોને યોગ્ય પ્લાનની પસંદગી કરવામાં મુશ્કેલી આવી રહી હશે. તેવામાં આજે અમે તમને ત્રણેય કંપનીઓના સૌથી સસ્તા પ્લાન વિશે વિગતવાર માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jio નો સૌથી સસ્તો 28 દિવસવાળો પ્લાન
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો 28 દિવસવાળો પ્લાન 155 રૂપિયાનો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ માટે બે જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ આપવામાં આવે છે. સાથે જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવે છે. આ રીતે બીજો પ્લાન 209 રૂપિયાનો છે, જેમાં ગ્રાહકોને 28 દિવસ માટે દરરોજ 1 જીબી ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ માત્ર 50 પૈસામાં 1 KM દોડશે ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, 300 KM સુધીની રેન્જ


Airtel નો સૌથી સસ્તો 28 દિવસવાળો પ્લાન
એરટેલનો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાન 179 રૂપિયાનો છે. તેમાં ગ્રાહકોને કુલ 2 જીબી ડેટા, તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય પ્રાઇમ વીડિયો ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવ્યું છે. બીજો પ્લાન 265 રૂપિયાનો છે. તેમાં દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ સિવાય પ્રાઇમ વીડિયો ફ્રી ટ્રાયલ્સ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 


Vodafone Idea નો સૌથી સસ્તો 28 દિવસવાળો પ્લાન
એરટેલની જેમ વોડાફોન આઈડિયાની પાસે પણ 179 રૂપિયાનો સૌથી સસ્તો 28 દિવસવાળો પ્લાન છે. તેમાં ગ્રાહકોને કુલ 2જીબી ડેટા, ફ્રી કોલિંગ અને 300 એસએમએસની સાથે Vi movies and TV નું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. Vi નો બીજો પ્લાન 269 રૂપિયાનો છે. તેમાં દરરોજ 1જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય Vi Movies & TV Basic નું એક્સેસ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube