આ છે Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર આટલા રૂપિયાના ખર્ચે મળશે ઘણું બધું
Jio Cheapest Plan: કસ્ટમર પોતાની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લાન્સ સસ્તા શોધતા હોય છે જેમાં ડેટા, દિવસોની વેલીડીટી અને ઓટીટી પ્લેટફોર્મના ફ્રી સબસ્ક્રિપ્શન બેનિફિટ પણ આપવામાં આવતા હોય. આજે તમને આવા જ કેટલાક સસ્તા રિચાર્જ પ્લાન વિશે જણાવીએ જેમાં તમને ઓછા ખર્ચે લાભ વધારે મળશે.
Jio Cheapest Plan: દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ પોતાના સસ્તા પ્લાન્સ માટે પ્રખ્યાત છે. જીઓ પોતાના કસ્ટમર માટે ફાયદાકારક રિચાર્જ પ્લાન ઓફર સમયાંતરે રજૂ કરે છે. કસ્ટમરની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લાન્સ સસ્તા રાખવામાં આવે છે અને તેમાં ડેટા, દિવસોની વેલીડીટી અને ઓટીટી પ્લેટફોર્મના ફ્રી સબસ્ક્રિપ્શન બેનિફિટ પણ આપવામાં આવે છે. આજે તમને આવા જ કેટલાક સસ્તા રિચાર્જ પ્લાન વિશે જણાવીએ જેમાં તમને ઓછા ખર્ચે લાભ વધારે મળશે
આ પણ વાંચો:
ખાતામાં એક પણ રૂપિયો નહીં હોય તો પણ લાગશે લાખોનો ચુનો, આ છે છેતરપિંડીની નવી ટેકનિક
Jio ને ટક્કર આપવા આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન, દરરોજ 3GB ડેટા અને OTT ફ્રી
સર્વેમાં થયો ખુલાસો: સ્માર્ટ ફોનના કારણે એક તૃતિયાંશ બાળકોને ભણવામાં રસ રહ્યો નથી
Jio નો સૌથી સસ્તા રિચાર્જ પ્લાનમાં 75, 125 અને 186 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. જીઓ ફોનના જે કસ્ટમર સૌથી સસ્તા અને બેસ્ટ પ્લાન શોધી રહ્યા હોય તેમના માટે આ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં કોલિંગ, ફ્રી એસએમએસ, વધારે દિવસોની વેલીડીટી, ડેટા બેનિફિટનો લાભ મળે છે.
જીઓના સૌથી સસ્તા 75 રૂપિયાના પ્લાનની ઓફરની વાત કરીએ તો તેમાં ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે ફ્રી એસએમએસ અને ડેટાના પણ બેનિફિટ મળે છે. 75 રૂપિયાના પ્લાન ની વેલીડીટી 23 દિવસની હોય છે. તેમાં 0.1 mb દિવસનનું ઇન્ટરનેટ અને 200 એમબી એક્સ્ટ્રા ડેટા મળે છે. આ સાથે જ તમે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 50 ફ્રી એસએમએસનો લાભ પણ ઉઠાવી શકો છો.