WhatsApp સતત નવા ફીચર્સ પર કામ કરે છે, જેથી વોટ્સએપ યુઝર્સને વીડિયો કોલિંગ અને મેસેજિંગમાં સુવિધા મળી શકે. આવું જ એક નવું ફીચર WhatsApp દ્વારા લાવવામાં આવી રહ્યું છે, જે વીડિયો કોલિંગની મજા બમણી કરી દેશે. વાસ્તવમાં, WhatsApp દ્વારા ઓગમેન્ટેડ રિયાલિટી એટલે કે AR ફીચર રજૂ કરવામાં આવી રહ્યું છે. આ આવનારી સુવિધા ઓડિયો અને વિડિયો કૉલ્સને ઇન્ટરેક્ટિવ બનાવવામાં મદદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે થશે લોન્ચ?
WhatsAppનું નવું AR ફીચર હાલમાં ડેવલપમેન્ટ ફેઝમાં છે. આવી સ્થિતિમાં આશા છે કે તેનું બીટા વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. ત્યારબાદ તમામ યુઝર્સ માટે સ્ટેબલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે.


કેવું હશે AR ફીચર?
વાસ્તવમાં આ ફિલ્ટર ફીચર હશે. જો તમે Snapchat નો ઉપયોગ કર્યો છે, તો તમારા માટે AR ફિલ્ટર્સને સમજવું સરળ રહેશે. આ ફીચરમાં યુઝર્સ વીડિયો કોલિંગ દરમિયાન કોઈપણ એક્ટર કે એક્ટ્રેસનો ચહેરો તેમના ચહેરા પર લગાવી શકશે. અન્ય ઘણા પ્રકારના ફિલ્ટર પણ આપવામાં આવશે. આ ફીચરમાં ફ્યુચર અપડેટ્સ પણ આપવામાં આવશે.


આપવામાં આવી શકે છે આ ફીચર્સ
વોટ્સએપ યૂઝર્સને ત્રણ કેટેગરીના ફીચર્સ આપવામાં આવી શકે છે.


બદલી શકશો બેકગ્રાઉન્ડ
વોટ્સએપ પર વીડિયો કોલિંગ દરમિયાન બેકગ્રાઉન્ડને બદલવાનું ઓપ્શન પણ આપવામાં આવશે. તેમાં યૂઝર્સ રિયલ બેકગ્રાઉન્ડને હટાવીને કસ્ટમાઈઝ બેકગ્રાઉન્ડ લગાવી શકશે.


ફેસ ફિલ્ટર
વોટ્સએપ વીડિયો કોલિંગ દરમિયાન યૂઝર્સને અલગ અલગ કસ્ટમાઈઝ ફેસ લગાવવાનો ઓપ્શન આપવામાં આવશે. તેના માટે તમને ઘણા પ્રકારના ઓપ્શન આપવામાં આવી શકે છે.


3D ઓબ્જેક્ટ
વોટ્સએપ વીડિયો કોલિંગ દરમિયાન યૂઝર 3D ઓબ્જેક્ટને લગાવી શકશે. માની લો કે તમારે કોઈને ડરાવવું છે, તો લાઈવ વીડિયો કોલ દરમિયાન વાઘ કે કોઈ બીજા પ્રાણીઓનું 3D વીડિયો લગાવી શકશો.


આ પ્રકારના ફીચરથી વોટ્સએપની સીધી ટક્કર તે એપ્સ સાથે માનવામાં આવશે, જે AR બેસ્ડ વીડિયો કોલિંગને સપોર્ટ કરે છે.