ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે ક્યારેય ઉડતી કારમાં સફર કરવાનું સપનું જોયું છે? જો હા, તો હવે ટૂંક જ સમયમાં તમારું આ સપનું પૂરું થશે. કેમ કે, વિશ્વની પહેલી ફ્લાઈંગ કારને મંજૂરી મળી ગઈ છે. અમેરિકામાં ફ્લાઈંગ કાર તૈયાર થઈ ચૂકી છે. અને તેને મંજૂરી પણ મળી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અમેરિકામાં પહેલી ફ્લાઈંગ કારને મંજૂરી આપવામાં આવી છે. જાણીને જ ઉત્સુકતા વધી જશે કે, આ કાર કઈ રીતે હવામાં ઉડશે. તો જણાવી દઈએ કે, આ બે સીટવાળી ફ્લાઈંગ કાર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકશે. આ સાથે જમીનથી ઉપર 10 હજાર ફૂટ સુધી ઉડાન ભરી શકશે. આ ફ્લાઈંગ કારમાં બે લોકો બેસી શકશે. આ કારનું વજન લગભગ 1300 પાઉન્ડ એટલે કે, 590 કિલોગ્રામ છે. તેમાં ફિક્સ્ડ લેન્ડિંગ ગિઅર પણ આપવામાં આવ્યું છે. આ સાથે ફ્લાઈંગ કારના પાંખિયા 27 ફૂટ પહોળા છે. જો કે, પાંખીયાને વાળીને તેને એક કાર પાર્ક કરવાની જગ્યા પર સરળતાથી પાર્ક કરી શકાશે. 2023 સુધીમાં આ કારને રસ્તા પર ચાલવાની મંજૂરી મળી જશે.



અમેરિકાની સંઘીય એજન્સીની મંજૂરીઃ
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ટેરાફૂગિયા ટ્રાંસિશનને સ્પેશિયલ લાઈફ સ્પોર્ટ એરક્રાફટ એરવર્થનેસનું સર્ટીફીકેટ આપ્યું છે. એજન્સી પાસેથી મળેલા આ પ્રમાણપત્ર પછી હવે આ ફ્લાઈંગ કારને ઉદાહરણ માટે મંજૂરી મળી ગઈ છે.



પાયલટ લાયસન્સ જરૂરીઃ
આ વાહન હાલ માત્ર પાયલોટ અને ફલાઈંગ સ્કૂલ માટે જ ઉપલબ્ધ છે તેને રસ્તાઓ પર ચલાવવા માટે હજુ એક વર્ષના સમયની રાહ જોવી પડી શકે તેમ છે. આ વાહનને તમામ માર્ગ સુરક્ષાના માપદંડોનું પ્રમાણપત્ર મળવાનું હજુ બાકી છે. કંપનીના એક અધિકારી કેવિને કહ્યું કે, અમારી ટીમે સખત મહેનત કરીને આ ફ્લાઈંગ કાર બનાવી છે. જેની 80 દિવસ સુધી ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. આ કંપનીને એફએએ ઓડિટ માટે 150 ટેક્નીકી પેપર પણ ભર્યા છે, તે બાદ આ કારને મંજૂરી મળી છે. આ કાર ફક્ત એક જ મિનિટમાં ઉડાન ભરવા સક્ષમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube