થોડી રાહ જુઓ! આ 10 શાનદાર કાર્સની એન્ટ્રી ભારતીય કાર માર્કેટમાં તોફાન મચાવશે
નવી કારને લઈને ભારતીયોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે અને દર મહિને તેની બાનગી જોવા મળી જાય છે. તેવામાં અમે તમને જણાવીશું આગામી મહિનામાં કઈ-કઈ નવી કાર ભારતીય માર્કેટમાં લોન્ચ થવાની છે.
નવી દિલ્હીઃ ભારતીય બજારમાં નવી કારોને લઈને ઓટોમોબાઇલ કંપનીઓ જેટલી ઉત્સાહિત રહે છે, તેનાથી વધુ ઉત્સાહિત લોકો રહે છે, કારણ કે તેણે ખરીદવાની હોય છે. હવે વાત આવે છે આ વર્ષે કઈ-કઈ કંપનીઓ નવી કાર લાવી રહી છે આવનારા મહિનામાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કિઆ મોટર્સ, એમજી મોટર અને સિટ્રોએન જેવી કંપનીઓ પોતાની નવી-નવી પ્રોડક્ટ્સને લોન્ચ કરી રહી છે, જેમાં કેટલીક ઈલેક્ટ્રિક કાર છે તો કેટલીક એસયુવી છે. સિટ્રોએન તો કૂપે ડિવાઇનવાળી ધાંસૂ કાર લાવવાની તૈયારીમાં છે અને તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આવો તમને દરેક કાર વિશે જણાવીએ.
ટાટા અલ્ટ્રોઝ રેસર
ટાટા મોટર્સ આગામી મહિને જૂનમાં પોતાની નવી પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ રેસર લોન્ચ કરવા જઈ રહી છે, જેનો મુકાબલો હ્યુન્ડાઈ આઈ20 એન લાઇન અને તાજેતરમાં લોન્ચ થયેલી નવી મારૂતિ સુઝુકી સ્વિફ્ટથી થશે. આ બેચબેકમાં આકર્ષક ગ્રાફિક્સની સાથે ઘણા ધાંસૂ ફીચર્સ જોવા મળશે.
સિટ્રોએન બસોલ્ટ
સિટ્રોએન આગામી મહિને જૂન કે જુલાઈમાં પોતાની નવી કાર ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ બસોલ્ટ છે અને તે કૂડ ડિઝાઇનવાળી ગાડી છે. લુક-ફીચર્સ અને પાવરના મામલામાં સિટ્રોએન બસોલ્ટ ખુબ સારી હશે.
આ પણ વાંચોઃ Flight Tracker: હજારો કિ.મી. ઉંચા આકાશમાં ઉડતા વિમાનની વિગતો જાણો એક ક્લિક પર
મહિન્દ્રા થાર 5 ડોર
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ વર્ષે ફેસ્ટિવલ સીઝનમાં 5 દરવાજાવાળી એસયુવીને લોન્ચ કરવા જઈ રહી છે, જેનાથી વધુ કેબિન સ્પેસની સાથે ઘણી ખુબીઓ જોવા મળશે.
નવી મારૂતિ ડિઝાઇર
મારૂતિ સુઝુકી આગામી 3 મહિનાની અંદર પોતાની પોપુલર સેડાન ડિઝાયરના અપડેટેડ મોડલને લોન્ચ કરી શકે છે. જેમાં નવી સ્વિફ્ટની જેમ નવું એન્જિન અને સારા સેફ્ટી ફીચર્સ જોવા મળશે.
ટાટા હેરિયર ઈવી
ટાટા મોટર્સ આ વર્ષની પોતાની પાવરફુલ એસયુવી હેરિયરનું ઈલેક્ટ્રિક વેરિએન્ટ લાવવાની તૈયારીમાં છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને ફેસ્ટિવલ સીઝનમાં લોન્ચ કરી શકાય છે.
કિઆ ઈવી9
કિઆ મોટર્સ આ વર્ષે પોતાની નવી ઈલેક્ટ્રિક એસયુવી ઈવી9 ને ભારતમાં લોન્ચ કરી શકાય છે, જે ફીચર્સ અને રેન્જમાં મામલામાં ખુબ જબરદસ્ત હશે.
આ પણ વાંચોઃ આ રીતે કારની માઈલેજ વધારે છે મારુતિ!, નવી સ્વિફ્ટના વજનમાં અધધધ...ઘટાડો
ટાટા કર્વ
ટાટા મોટર્સ આ વર્ષે ફેસ્ટિવલ સીઝનમાં પોતાની નવી એસયુવી કર્વ લાવવાની તૈયારીમાં છે, જે કૂપ ડિઝાઇન અને લેટેસ્ટ ફીચર્સથી લેસ હશે. ટાટા કર્વને પેટ્રોલ-ડીઝલની સાથે ઈલેક્ટ્રિક અવતારમાં રજૂ કરી શકાય છે.
કિઆ કાર્નિવલ ફેસલિફ્ટ
કિઆ કાર્નિવલને પાછલા વર્ષે ભારતીય બજારમાં ડિસકંડીન્યૂ કરી દેવામાં આવી હતી અને હવે આ વર્ષે ફેસ્ટિવલ સીઝનમાં તેને સારા લુક-ફીચર્સની સાથે રજૂ કરવામાં આવશે. આ પ્રીમિયમ એમપીવીની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે.
હ્યુન્ડાઈ અલ્કઝાર ફેસલિફ્ટ
હ્યુન્ડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ આ વર્ષે પોતાની 7 સીટર એસયુવી અલ્કઝારના અપડેટેડ મોડલ લાવવાની તૈયારીમાં છે, જેમાં સારા ફીચર્સની સાથે ઘણું ખાસ મળશે.
એમજી ગ્લોસ્ટર ફેસલિફ્ટ
એમજી મોટરની ફુલ સાઇઝ એસયુવી ગ્લોસ્ટર આ વર્ષે અપડેટેડ અવતારમાં આવી શકે છે.