સૌ કોઈનું મન મોહી લેવા આ મહિને લોન્ચ થશે આ 4 દમદાર કાર, લુક્સ એવા કે ભલભલા લેવા દોડશે!
આમાં SUV, EV અને પ્રીમિયમ લક્ઝરી સેડાન સામેલ છે. આ મહિને Citroen C3, Volvo XC40 Recharge, Audi A8 L Facelift અને Hyundai Tucson લોન્ચ થવા જઈ રહી છે. લોન્ચ થનારી કારોમાં અનેક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: વર્ષ 2022ના જુલાઈ મહિનામાં અનેક શાનદાર કારનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. આમાં SUV, EV અને પ્રીમિયમ લક્ઝરી સેડાન સામેલ છે.
આ મહિને Citroen C3, Volvo XC40 Recharge, Audi A8 L Facelift અને Hyundai Tucson લોન્ચ થવા જઈ રહી છે. લોન્ચ થનારી કારોમાં અનેક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. અહીં અમે તમને જુલાઈમાં લોન્ચ થનારી 4 કાર વિશે થોડી માહિતી આપશું.
Citroen C3-
Citroen C3 ભારતમાં 20 જુલાઈના લોન્ચ થશે. આ કારની પ્રી બુકિંગ પહેલાથી 21,000 રૂપિયાથી શરૂ થઈ ગઈ છે. આ કારમાં 1.2 લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન(81 bhp/115 Nm) અને 1.2 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન (109 bhp/190 Nm) આપવામાં આવ્યું છે. ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ અને 6 સ્પીડ ઓપશન આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ એક બજેટ કાર હશે.
New-Gen Hyundai Tucson-
નવી જનરેશનની હ્યુન્ડાઈ ટક્સન ભારતમાં 13 જુલાઈના લોન્ચ થશે. જૂના મોડલની સરખામણીએ આ કારમાં નવી સ્ટાઈલ અને નવા ફીચર્સની અપડેટ આપવામાં આવી છે. આ કારમાં 6 સ્પીડ AT સાથે 2.0 લીટરનું એન્જિન અને 8 સ્પીડ સાથે 2.0 લીટરનું ડીઝલ એન્જિન વેરિયન્ટ આપવામાં આવ્યું છે. લોન્ચ થવા પર આ કાર Citroen C5 Aircross અને Jeep Compass જેવી કારને ટક્કર આપશે.
Audi A8 L Facelift-
નવી 2022ની Audi A8 L Faceliftને ભારતમાં 12 જુલાઈને લોન્ચ કરવામાં આવશે. આ કારની ટક્કર મર્સિડિઝ-બેન્ઝ એસ ક્લાસ સાથે થશે. આ કારની પ્રી-બુકિંગ શરૂ થઈ ચુકી છે. આ કારમાં નવા ફીચર્સ અને અપડેટ મળશે. નવા મોડલમાં 3.0 લીટરનું ડર્બોચાર્જ્ડ V6 પેટ્રોલ એન્જિન મળશે, જે 335 BHP અને 500 NMનો પીક ટોર્ક જનરેટ કરશે. આમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.
Volvo XC40 Recharge-
નવી વોલ્વો XC40 રિચાર્જ 26 જુલાઈના લોન્ચ થશે અને તેને ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. આ એક ઈલેક્ટ્રિક SUV હશે, જેમાં 78kWh લિથિયમ આયન બેટરી પેક મળશે. વોલ્વોનો દાવો છે કે સિંગલ ફુલ ચાર્જમાં આ કાર 400 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપશે. આ કાર 150kW DC ફાસ્ટ ચાર્જર સાથે માત્ર 40 મિનિટમાં 0-80 ટકા ચાર્જ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube