1 એપ્રિલથી નહીં વેચાય આ 6 કાર, હોન્ડા, હ્યુન્ડાઈ અને સ્કોડા કારનો પણ આ યાદીમાં સમાવેશ
BS6 Rule : Hyundai India i20 ડીઝલનું વેચાણ બંધ કરશે. અગાઉ, કંપનીએ પહેલાથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે. નવા ધારાધોરણો મુજબ, વાહન ઉત્પાદકોએ તેમના વાહનોનો રીઅલ-ટાઇમ ઉત્સર્જન ડેટા દર્શાવવો પડશે.
BS6 Rule : પહેલી એપ્રિલ 2023 થી ઘણા કાર ઉત્પાદકો તેમની કેટલીક કારનું વેચાણ બંધ કરવા જઈ રહ્યા છે. હકીકતમાં કેન્દ્ર સરકારે લાગુ કરેલા BS6 નિયમને કારણે કેટલીક ડીઝલ કાર હવે દેશમાં વેચાશે નહીં. Hyundai India તેની i20 ડીઝલનું વેચાણ બંધ કરશે. કંપનીએ પહેલાથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે. તેવામાં હવે સરકારના નવા ધારાધોરણો મુજબ, વાહન ઉત્પાદકોએ તેમના વાહનોનો રીઅલ-ટાઇમ ઉત્સર્જન ડેટા દર્શાવવો પડશે. જેના કારણે હોન્ડા, હ્યુન્ડાઈ અને સ્કોડા સહિતની કારનું વેચાણ બંધ થશે.
આ પણ વાંચો :
મારુતિ લાવી નવી સેડાન કાર : એવરેજ 32 કિમીથી વધારે, કિંમત એટલી ઓછી કે તમે ઘરે લઈ આવશો
હવે આ કંપનીએ આપ્યો મોટો ઝટકો, 1000 કર્મચારીઓની જશે નોકરી
લોકોએ આ કાર ખરીદવાનું બંધ કરી દીધું છે, તમે ભૂલથી પણ બલીનો બકરો ના બનતા!
કંપનીએ Kwid RXE વેરિઅન્ટ લોન્ચ કર્યું
બંધ થનારી કારમાં પહેલું નામ ક્વિડનું છે. કંપનીએ તેની સંપૂર્ણ લાઇન-અપ અપડેટ કરી છે. 800 CCની આ કારને બંધ કરી દેવામાં આવી છે. તાજેતરમાં કંપનીએ Kwid RXE વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. જેની કિંમત 4.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
હોન્ડાએ આ કારને સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી
હોન્ડા અમેઝ ડીઝલનું વેચાણ બંધ કરી દેવાયું છે. આ કારના આ મોડલને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવાયું છે. હોન્ડા ઈન્ડિયાએ ગયા વર્ષે કહ્યું હતું કે તેના 1.5-લિટર ડીઝલ એન્જિનને બંધ કરી શકાય છે કારણ કે તે નવા ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરશે નહીં.
ઓક્ટાવીયા અને સુપર્બ સેડાન બંધ કરાશે
આ સિવાય Hyundai India i20 ડીઝલનું વેચાણ બંધ કરાય તેવી શક્યતા. અગાઉ, કંપનીએ પહેલેથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે. માનવામાં આવે છે કે Alto 800, Ignis અને Ciaz એ કેટલાક મોડલ હોઈ શકે છે જે એપ્રિલ 2023 પછી વેચાણ માટે ઉપલબ્ધ નહીં હોય. જ્યારે, નિસાન ઇન્ડિયા પહેલી એપ્રિલ, 2023 સુધીમાં કિક્સ કોમ્પેક્ટ SUV બંધ કરે તેવી શક્યતા છે. સ્કોડા ઓટો ઇન્ડિયા એપ્રિલ 2023 સુધીમાં ઓક્ટાવીયા અને સુપર્બ સેડાનને પણ બંધ કરશે.