મારુતિની જે 3 કાર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી તેની આઘાતજનક વાત સામે આવી, જાણીને ચોંકશો
. ટોપ સેલિંગ આ કારોનીં કિંમત પણ લોકોના બજેટમાં ફીટ બેસે છે. આ સાથે જ તે પેટ્રોલ અને સીએનજી એન્જિન સાથે દમદાર માઈલેજ પણ આપે છે. જો કે આ કારોનું સેફ્ટી રિઝલ્ટ તમને ચોંકાવી શકે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં મારુતિની 3 સૌથી વધુ વેચાતી કારોનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે. જાણો આ યાદીમાં કઈ કઈ કારોના નામ છે.
આમ જોવા જઈએ તો મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડ દેશની સૌથી મોટી કાર કંપની છે. દર મહિને ટોપ 10 કારની યાદીમાં મારુતિની 5થી 6 કાર તો જોવા મળતી જ હોય છે. ખાસ કરીને વેગનઆર અને સ્વિફ્ટ ટોપ 5ની યાદીમાં હંમેશા પોતાની જગ્યા બનાવી દે છે. ટોપ સેલિંગ આ કારોનીં કિંમત પણ લોકોના બજેટમાં ફીટ બેસે છે. આ સાથે જ તે પેટ્રોલ અને સીએનજી એન્જિન સાથે દમદાર માઈલેજ પણ આપે છે. જો કે આ કારોનું સેફ્ટી રિઝલ્ટ તમને ચોંકાવી શકે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં મારુતિની 3 સૌથી વધુ વેચાતી કારોનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે. જાણો આ યાદીમાં કઈ કઈ કારોના નામ છે.
મારુતિ વેગનઆર
સૌથી પહેલા વાત કરીએ મારુતિ વેગનઆરની. તો ફાઈનાન્શિયલ યર 2024માં તેના 2,00,177 યુનિટ વેચાયા છે. આ રીતે FY 24 માં આ કાર હાલ મારુતિની સાથે સાથે દેશની પણ સૌથી વધુ વેચાતી કાર રહી. જો કે તેના સેફ્ટી રેટિંગ લોકોને પરેશાન કરી શકે છે. વાત જાણે એમ છે કે ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં તેને એડલ્ટ સેફ્ટી માટે 1-સ્ટાર સેફ્ટી રેટિંગ અને ચાઈલ્ડ સેફ્ટી માટે 0 સ્ટાર રેટિંગ મળેલા છે. અત્રે જણાવવાનું કે વેગનઆરની શરૂઆતની એક્સ શો રૂમ કિંમત 5,54,500 રૂપિયા છે. પેટ્રોલ એન્જિન સાથે તેની માઈલેજ 25.19 કિમી પર લિટર છે અને સીએનજી સાથે 33.47 કિમી પર કિગ્રા સુધી છે.
મારુતિ સ્વિફ્ટ
હવે વાત કરીએ મારુતિ સ્વિફ્ટની તો ફાઈનાન્શિયલ યર 2024માં અત્યાર સુધીમાં તેના 1,95,312 યુનિટ્સ વેચાયા છે. આ રીતે FY24માં તે વેગનઆર બાદ કંપનીની સૌથી વધુ વેચાતી કાર જોવા મળી. જો કે તેના પણ સેફ્ટી રેટિંગ ખરાબ કહી શકાય. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં તેને એડલ્ટ સેફ્ટી માટે 1-સ્ટાર સેફેટી રેટિંગ અને ચાઈલ્ડ સેફ્ટી માટે પણ 1-સ્ટાર રેટિંગ મળ્યા છે. અત્રે જણાવવાનું કે સ્વિફ્ટની શરૂઆતની એક્સ શો રૂમ કિંમત 5,99,450 રૂપિયા છે. પેટ્રોલ એન્જિન સાથે તેની માઈલેજ 22.56 કિમી પ્રતિ લિટર અને સીએનજી સાથે 30.90 કિમી પ્રતિ કિગ્રા સુધી છે.
મારુતિ અલ્ટો K10
મારુતિ અલ્ટો K10 ની વાત કરીએ તો FY 2024માં તેના હજુ સુધી કુલ 1,11,955 યુનિટ વેચાયા છે. આ રીતે FY24 માં પણ તે કંપની માટે સૌથી વધુ વેચાતી કારોની યાદીમાં છે. જો કે તેના પણ સેફ્ટી રેટિંગ કથળેલા છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં તેને એડલ્ટ સેફ્ટી માટે 2-સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલા છે. જ્યારે ચાઈલ્ડ સેફ્ટી માટે 0-સ્ટાર રેટિંગ મળેલા છે. અત્રે જણાવવાનું કે અલ્ટો K10 ની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 3.90 લાખ રૂપિયા છે. પેટ્રોલ એન્જિન સાથે તેની માઈલેજ 24.90 કિમી પ્રતિ લીટર છે અને CNG સાથે 33.85 કિમી પ્રતિ કિગ્રા સુધીની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube