પાંચ કરોડ ડેટા લીક થવાના મામલે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ભૂલ સ્વીકારતા કહ્યું કે ફેસબુક યૂઝર્સની નિશ્ચિત રીતે માહિતી લીક થઈ છે. આ સાથે જ તેમણે કહ્યું કે યૂઝર્સના ડેટાની સુરક્ષાની કરવી એ અમારી જવાબદારી છે. તેમણે સ્પષ્ટપણે એ પણ કહ્યું કે ડેટા લીક થવો એ વિશ્વાસ તૂટવા જેવું છે. ઝકરબર્ગે કહ્યું કે ડેટા લીક કેવી રીતે થયો તે સમજવાની કોશિશ કરી રહ્યો છું. આ સાથે તેમણે યૂઝર્સની પ્રાઈવસીને જાળવી રાખવા માટે કેટલાક પગલાં ઉઠાવવા અંગેની પણ વાત કરી. અહીં તમારે એ વાત જાણવી ખાસ જરૂરી છે કે ફેસબુક પર તાબડતોબ એવી કઈ વસ્તુઓ છે જે તમારે ડિલીટ કરવી જોઈએ. બ્રિટિશ ડેટા વિશ્લેષણ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે તેણે પાંચ કરોડ ફેસબુક યૂઝર્સનો અંગત ડેટા તેમની મંજૂરી વગર ચોરી કર્યો છે અને તેનો ઉપયોગ રાજનેતાઓની મદદ માટે કરવામાં આવ્યો, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રેક્ઝિટ અભિયાન સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

(1) તમારી જન્મતારીખ
અહીં તમને ખાસ જણાવીશું કે ફેસબુક પર જન્મતારીખની કોઈ જરૂરિયાત હોતી નથી. ડેટ ઓફ બર્થનો ઉપયોગ હેકર્સ અનેક પ્રકારની જાણકારીઓ એક્સેસ કરવા માટે કરી શકે છે. આથી ફેસબુક પરથી ડેટ ઓફ બર્થ ચોક્કસપણે હટાવવી જોઈએ.


(2) ફોન નંબર
તમે જે ફોન નંબર યૂઝ કરતા હોવ અને તમને તેને ફેસબુક પર એડ કર્યો હોય તો તાબડતોબ હટાવી દેવો જોઈએ. કારણ કે તેનો મિસયૂઝ થઈ શકે છે. જો કોઈને તમારો સંપર્ક કરવો હોય તો તે તમારી સાથે મેસેન્જર પર વાત કરી શકે છે. ફોન નંબર શરૂઆતમાં ફેસબુકમાં જરૂરી હતો કારણ કે ફેસબુક તમારી પાસે રજિસ્ટ્રેશન માટે ફોન નંબરની માંગણી કરતું હતું.


(3) લોકેશન શેર કરતા હોવ તો ન કરો
મોટાભાગે જોવા મળતુ હોય છે કે લોકો પોતાના લોકેશનને શેર કરતા હોય છે. આમ ન કરવું જોઈએ. કારણ કે તેનો દુરઉપયોગ થઈ શકે છે. તમે ક્યાં છો તેની જાણ લોકેશન દ્વારા થતી હોય છે. એરપોર્ટ તથા હોલીડેની તસવીરો ફેસબુક પર નાખવાથી બચવું જોઈએ. તમારી ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને ઘરમાં ચોરી થઈ શકે છે.


(4) આલ્કોહોલનું સેવન કરતી તસવીરો
અનેકવાર એવું બનતુ હોય છે કે આપણે પબમાં જતા હોઈએ છે અને ત્યાં આલ્કોહોલના સેવનના ફોટોગ્રાફને શેર કરતા હોઈએ છીએ. પ્રાઈવસી સેટિંગ હેક થઈ શકે છે. બની શકે કે પરિવારના કોઈ સભ્ય આ તસવીરોને જુએ અને તેમને નિરાશા થાય. આ ઉપરાંત કંપનીઓ પણ આજકાલ જોબ આપતા પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતી હોય છે. તમારી ઈમ્પ્રેશન ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવા માટે આવી તસવીરો પોસ્ટ કરતા બચો.


(5) એક્સ સાથેની તસવીરો હટાવી લો
પોતાની એક્સ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે જો તસવીરો તમે સોશિયલ મીડિયા પર શેર કરી હોય તો તેને હટાવી લો. ભવિષ્ય પર અસર પડી શકે છે. ખાસ કરીને તમે જ્યારે સિંગલ હોવ અને તમારા અરેન્જ મેરેજ થવા જઈ રહ્યાં હોય.