કાલથી ભારે ભરખમ મોંઘી થશે આ પોપુલર કારો, ખરીદવા માટે કરવી પડશે ખિસ્સું ઢીલું!
Car Price Hike: જો તમે નવા વર્ષ પર કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આજે અમે તમને અમુક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ખરીદવા માટે તમારે હવે વધારે રકમ ખર્ચ કરવો પડશે.
Car Price Hike: નવા વર્ષની શરૂઆતની સાથે ઘણી લોકપ્રિય કારોની કિંમતોમાં વધારો થવા જઈ રહ્યો છે. જો તમે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ અહેવાલ તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ બની શકે છે. આવો જાણીએ કે કઈ કઈ કારોની કિંમતો વધવાની છે.
અબ લિઝિયે મઝા...હવે ચીન જવાની જરૂર નથી, ભારતમાં અહીં જ આવેલો છે કાચનો બ્રિજ
Maruti Baleno
જો તમે મારૂતિ બલેનો ખરીદવા જઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે ગ્રાહકોને હવે આ કાર ખરીદવા માટે વધુ કિંમત ખર્ચ કરવો પડી શકે છે. તેના પાછળનું કારણ એ છે કે નવા વર્ષથી કંપની કારની કિંમતોમાં 4 ટકાનો વધારો કરવા જઈ રહી છે. એવામાં બલેનોની કિંમતમાં વધારો જોવા મળશે.
વર્ષના પહેલા દિવસે કરો આ 5 કામ! થશે લક્ષ્મીનો વરસાદ, ધન-દૌલત ક્યારેય નહીં ખૂટે!!
Tata Punch
ટાટા પંચ ઓછા સમયમાં જ ભારતીયોની વચ્ચે એક પોપુલર કાર બની ગઈ છે. તેણે પણ ખરીદવા માટે નવા વર્ષથી ગ્રાહકોને વધારે કિંમત આપવી પડી શકશે. જોકે, કંપનીએ કિંમતોમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે, ગ્રાહકોએ આ કાર ખરીદવા માટે વધારાની રકમ ચૂકવવી પડશે.
વિશ્વમાં વિનાશ; થર-થર કાંપી રહ્યો છે આ દેશ! બાબા વેંગા- નોસ્ટ્રાડેમસની એક જેવી આગાહી
Hyundai Aura
Hyundai Aura એક એન્ટ્રી લેવલની સેડાન કાર છે જે ભારતીયોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. નવા વર્ષથી આ કાર ખરીદવી પણ મોંઘી થવા જઈ રહી છે કારણ કે કંપની પોતાની કારની કિંમતમાં 25 હજાર રૂપિયા સુધીનો વધારો કરી રહી છે, જેની અસર આ કારની કિંમતો પર પણ જોવા મળશે.
કોણ છે ઈશા અંબાણીના પાડોશી વિભા સિંઘવી? એક મહિનાની અંદર ખરીધા 130 કરોડમાં 2 ફ્લેટ