Summer Fan at cheapest price : રમીની મોસમ આવી ગઈ છે. લોકોએ કૂલર અને એસી સર્વિસ કરાવવાનુ શરૂ કરી દીધુ છે. માર્કેટમાં એક બાદ એક દમદાર એસી આવી રહ્યા છે. પરંતુ એસીના બિલ લોકોની કમર વાળી દે છે. જેટલુ એસી ચલાવો એટલું લાંબુ બિલ. એટલે લોકો એસી ચાલુ કરતા પણ ડરે છે. આવામાં માર્કેટમા એવો પંખો આવી ગયો છે, જે એસી જેવી જ હવા ફેંકે છે. આ પંખો વસાવો એટલે તમને ઘરમાં કાશ્મીર જેવા ઠંડા પવનો જેવી હવા મળશે. તેમજ આ પંખો વીજળીનો પણ ઓછો ઉપયોગ કરે છે. જો તમે ઓછી વીજળી વાપરતા પંખાની શોધમાં છો તો આ પંખો શાનદાર ઓપ્શન છે. ઓછી કિંમતવાળો પંખો થોડી મિનિટોમાં રૂમને હિલ સ્ટેશન જેવું ઠંડુ કરી શકે છે. જો તમે ખરીદવા માંગો છો તો તેની ડિટેઈલ પણ જાણી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટમાં અનેક પંખા ઉપલબ્ધ છે, પરંતુ આ પંખો ખાસ છે. જે પાણીની સાથે ઠંડી હવા ફેંકે છે. આ પંખાને વોટર સ્પ્રિંકલર ફેન કહેવાય છે, જે પાણી સાથે ઠંડી ઠંડી હવા આપે છે. આ પ્રકારના ફેન તમે લગ્નપ્રસંગો કે મોટી ઈવેન્ટમાં જોયા હશે. જો આ પંખા તમે ઘરે વસાવો તો તમારે એસી લગાવવાની જરૂર નથી.


આમ તો માર્કેટમા અનેક પ્રકારના સ્પ્રિંકલર ફેન મળે છે. આ પંખા નાની-મોટી સાઈઝમાં મળે છે. તે શક્તિશાળી કુલિંગ ફેન છે. જે ગરમ હવાને પણ ઠંડી બનાવે છે, અને આખો રૂમ હિલ સ્ટેશન જેવો ઠંડો થઈ જાય છે. આ પંખામા એવી તાકાત છે કે, ગરમ હવા રૂમની બહાર ફેંકાય છે. 


પંખાનું કનેક્શન નળ સાથે કરવામા આવે છે. પંખામા નાના નાના છિદ્ર હોય છે, જેના થકી પાણી સ્પ્રિંકલ થાય છે. ફેન ચાલુ કરતા જ તે જોરદાર પવન સાથે વાતાવરણ ઠંડુઠંડુ કરી દેશે. બાકી ફેનની સ્પીડ તમે તમારી મુજબ ઓછીવધારે કરી શકો છો. 


એમેઝોન પર પણ ઉપલબ્ધ છે
DIY ક્રાફ્ટ ફેનની કિંમત રૂ. 6,875 છે, પરંતુ એમેઝોન પરથી માત્ર રૂ. 1,375માં ખરીદી શકાય છે. આ ફેન પર 80% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પંખામાંથી સાત તમને પાઇપ, ટેપ કનેક્ટર પણ મળશે.