નવી દિલ્હી: આજના સમયમાં આપણું લગભગ દરેક કામ સ્માર્ટફોન પર થાય છે અને જ્યાં સુધી ફોનમાં ઇન્ટરનેટની સુવિધા ન મળે ત્યાં સુધી આ કામ પૂર્ણ થતું નથી. સામાન્ય રીતે લોકોના ઘરમાં WiFi ઈન્સ્ટોલ હોય છે જે સારી ઈન્ટરનેટ સ્પીડ આપે છે. જો તમારા ઘરમાં પણ WiFi છે પરંતુ તેની ધીમી સ્પીડ તમને પરેશાન કરે છે, તો અમે તમારા માટે એક અદ્ભુત જુગાડ ટ્રીક લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે એક ચપટીમાં ઝડપી WiFi સ્પીડ મેળવી શકો છો. આવો જાણીએ આ ટ્રીક વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ Trick થી વધારો વાઈફાઈની સ્પીડ
આજકાલ યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા રસપ્રદ વીડિયો અને ફોટો શેર કરતા રહે છે. કેટલાક એવા વિડીયો પણ છે જે તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે કે કોલ્ડ ડ્રિંકના ખાલી કેનથી તમે તમારા ઘર અથવા ઓફિસમાં લગાવેલા વાઈફાઈની સ્પીડ વધારી શકો છો. ચાલો આગળ જાણીએ કે આ કેવી રીતે કરી શકાય.


આવી રીતે કામ કરે છે આ Trick 
સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાના હિસાબે પોતાના વાઈફાઈની સ્પીડ વધારવા માટે સૌથી પહેલા તમારી પાસે એક કોલ્ડ ડ્રિંકનું એક ખાલી કેન હોવું આવશ્યક છે. હવે આ ખાલી કેનને વચ્ચેથી કાપી લો અને પછી આ કેનના ટુકડાને તમારા વાઈફાઈ રાઉટરના એન્ટેનામાં ફિટ કરો. આટલું કામ કર્યા પછી તમારે થોડીવાર રાહ જોવી પડશે. ટુંક સમયમાં તમારા વાઈફાઈની સ્પીડ અને રેન્જ બંને વધી જશે.


અત્રે નોંધનીય છે કે આ એક સોશિયલ મીડિયામાં દાવો છે જ્યાં લોકો વ્યૂઝ માટે પણ આ પ્રકારના પોકળ દાવા કરતા હોય છે. તમે પણ આ ટ્રિકને અજમાવો અને કહો કે તે કામ કરે છે કે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube