Jio નો સીક્રેટ પ્લાનઃ દરરોજ 4 રૂપિયાના ખર્ચમાં 336 દિવસની વેલિડિટી, કોલિંગ, ડેટા અને SMS બધુ FREE
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ પાસે વિવિધ કેટેગરીમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી શકે છે. આજે અમે તમને જિયોના 336 દિવસની વેલિડિટી સાથે આવતા પ્લાનની જાણકારી આપીશું.
નવી દિલ્હીઃ તમે પણ વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટથી થાકી ગયા છો અને લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો. તો રિલાયન્સ જિયોનો આ પ્લાન ઉપયોગી થઈ શકે છે. જિયોનો આ સસ્તો પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને લાંબી વેલિડિટી સિવાય અનલિમિટેડ કોલિંગ, ડેટા અને એસએમએસનો ફાયદો મળે છે. આવો આ પ્લાન વિશે જાણીએ.
Jio નો સૌથી સસ્તો પ્લાન
Jio નો આ સીક્રેટ પ્લાન 1559 રૂપિયાનો છે. જો તમે દરરોજ પ્રમાણે ગણતરી કરો તો 4 રૂપિયાનો ખર્ચ દરરોજ આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 336 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને 24 જીબી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 64Kbps રહી જાય છે. આ પ્લાન ખાસ કરી તે યૂઝર્સ માટે સારો છે જે ઓછા રૂપિયામાં સિમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ પુતિનની સુપરકાર, 6 સેકન્ડમાં 100 km ની સ્પીડ, બોમ્બ-ગોળીની નથી થતી કોઈ અસર
આ પ્લાનમાં દરેક નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. સાથે 3600 SMS આપવામાં આવે છે. આ સિવાય JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. તમે આ પ્લાન જિયોની વેબસાઇટ કે માય જિયો એપથી લઈ શકો છો. થર્ડ પાર્ટી એપ પર આ પ્લાનનો વિકલ્પ મળતો નથી, તેથી તેને સીક્રેટ પ્લાન કહેવામાં આવી રહ્યો છે.
તો એરટેલની પાસે 1799 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ, કુલ 3600 એસએમએસ અને 24 જીબી ડેટા આપવામાં આવે છે.