BSNLનો આ ધાસૂં પ્લાન Jio-Vi-Airtel ના છક્કા છોડાવી રહ્યો છે! સૌથી વધુ લોકોને પડી રહ્યો છે પસંદ
તમામ ટેલિકોમ કંપનીઓના અમુક એવા પ્રીપેડ પ્લાન્સની જાણકારી લઈને આવ્યા છે, તેની કિંમત 150 રૂપિયાથી ઓછા છે. પરંતુ બેનીફિટ્સમાં કોઈ ફેરફાર નથી. તો જાણો આ પ્લાન્સ પર એક નજર નાખીએ.
નવી દિલ્હી: હાલના સમયમાં દેશની તમામ ટેલિકોમ કંપનીઓ પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાની રેસમાં લાગેલા છે, પરંતુ હાલ તમામ ટેલિકોમ કંપનીઓમાં કંઈ કંપની સારી છે અને દેશમાં તેના રિચાર્જ પ્લાન સૌથી વધારે પસંદ પડી રહ્યા છે. અમે તમારા માટે આજે ખાનગી અને સરકારી, તમામ ટેલિકોમ કંપનીઓના અમુક એવા પ્રીપેડ પ્લાન્સની જાણકારી લઈને આવ્યા છે, તેની કિંમત 150 રૂપિયાથી ઓછા છે. પરંતુ બેનીફિટ્સમાં કોઈ ફેરફાર નથી. તો જાણો આ પ્લાન્સ પર એક નજર નાખીએ.
BSNLનો 107 રૂપિયાવાળો પ્લાન
107 રૂપિયામાં બીએસએનએલનો આ પ્લાન 90 દિવસની વેલિડિટીની સાથે આવે છે. તેમાં તમને પહેલા 30 દિવસ માટે 10જીબી ઈન્ટરનેટ, 24 દિવસ માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 ફ્રી એસએમએસની સુવિધા મળશે.
Reliance Jio નો 98 રૂપિયાવાળો પ્લાન
14 દિવસના વેલિડિટીવાળા આ પ્લાનમાં તમને રોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને તમામ જિયો એપ્સના સબક્રિપ્શન પણ મળશે. જો તમારું ઈન્ટરનેટ પુરું થઈ જાય છે તો ડેટાની સ્પીડ ઓછી થઈને 64kbps કરી નાંખવામાં આવશે.
Reliance Jio નો 149 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન 149 રૂપિયામાં 24 દિવસ માટે દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMS પ્રતિ દિનની સુવિધા આપે છે. સાથે જ, તમામ જિયો એપના એક્સેસ પણ તમને મળશે.
Airtelનો 129 રૂપિયાવાળો પ્લાન
એરટેલ 129 રૂપિયામાં 24 દિવસ માટે 300 SMS, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 1 જીબી ડેટા આપે છે. હેલો ટ્યૂન્સ અને વિંક મ્યૂઝીકનું ફ્રી સબક્રિપ્શન પણ મળશે.
Vodafone Idea (Vi) નો 129 રૂપિયાવાળો પ્લાન
વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં તમને 129 રૂપિયાના બદલામાં કુલ 200 એમબી ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળશે. વીઆઈના આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube