નવી દિલ્હી: દુનિયાભરમાં વોટ્સઅપ (WhatsApp)ની લોકપ્રિયતા કોઇથી છુપાયેલી નથી. લાખો લોકોના બિઝનેસ અને નોકરીનું જરૂરી કામ વોટ્સઅપ ગ્રુપ દ્વારા થાય છે. પરંતુ જો થોડીવાર માતે તમારું વોટ્સઅપ બંધ થઇ જાય તો બેચેન થઇ જાવ છો. પરંતુ તમારી એક નાનકડી ભૂલ તમારા એકાઉન્ટને કાયમી માટે બેન કરાવી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેસેજ આવે તો થઇ જજો સતર્ક
જો તમારા મોબાઇલ પર વોટ્સઅપ યૂઝ કરતી વખતે Temporarily banned નો મેસેજ આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારા મોબાઇલમાં ઓફિશિયલ વોટ્સઅપ એપની જગ્યાએ વોટ્સઅપ અનસપોર્ટેડ વર્જન લોડ છે. જો તમે જલદી જ ઓફિશિયલ વોટ્સઅપ એપ પર સ્વિચ નહી થાવ તો તમારું વોટ્સઅપ એકાઉન્ટ હમંશા માટે બંધ થઇ શકે છે.  


થર્ડ પાર્ટી એપને સપોર્ટ કરતું નથી વોટ્સઅપ
WhatsApp Plus અને GB WhatsApp જેમ કે અનસપોર્ટેડ એપ વોટ્સઅપની કોપી છે. આ અનઓફિશિયલ એપ છે, જેને થર્ડ પાર્ટીએ ડેવલોપ કર્યું છે અને આ સેવા શરતોનું ઉલ્લંઘન કરે છે. વોટ્સઅપ આ થર્ડ પાર્ટી એપને સપોર્ટ કરતું નથી, કારણ કે આ સિક્યોરિટી પ્રેક્ટિસને લાગૂ કરતું નથી.


પહેલાં તમારી ચેટ હિસ્ટ્રીનો બેકઅપ લો
ઓફિશિયલ વોટ્સઅપ પર સ્વિચ કરવા માટે તમારે પહેલાં તમારી ચેટ હિસ્ટ્રીનો બેકઅપ લેવો પડશે. તમારે તમારી ચેટ હિસ્ટ્રી ટ્રાંસફર કરવી છે કે નહી તે તમારા પર નિર્ભર છે. તમે કઇ ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી છે. અનઓફિશિયલ એપનું નામ જાણવા માટે More Options > Settings > Help > App info જુઓ. જો તમે WhatsApp Plus અથવા GB WhatsApp ઉપરાંત કોઇ બીજી એપ યૂઝ કરી રહ્યા છો તો ઓફિશિયલ વોટ્સઅપ ડાઉનલોડ કરતાં પહેલાં પોતાની ચેટ હિસ્ટ્રી જરૂર ડાઉનલોડ કરી લો.