નવી દિલ્હી: દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહન હવે ચલણમાં આવવા લાગ્યા છે ભારતીય બજારમાં પણ સતત નવા-નવા ઇલેક્ટ્રિક વાહન બનાવવામાં અને રજૂ કરવામાં આવી રહ્યા છે. સામનય લોકો તેના ઉપયોગ માટે સરકાર પણ ભરપૂર પ્રયત્ન કરી રહી છે. એટલા માટે ઇવીની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. આજે અમે તમને એક વિંટેજ લુકવાળી ઇલેક્ટ્રિક કાર વિશે જણાવી રહ્યા છીએ જેને મારૂતિ સુઝુકી અલ્ટો અને રોયલ એનફીલ્ડના સ્પેરપાર્ટ્સમાંથી તૈયાર કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો


કિંમત 2.5 લાખથી પણ ઓછી
આ ઇલેક્ટ્રિક કારને સિરસાની ગ્રીન માસ્ટર નામની કંપનીએ તૈયાર કરી છે ગ્રાહક ભારતમાં ગમે ત્યાંથી આ ઇવીને ખરીદી શકો છો. આ કારણના તમામ સ્પેરપાર્ટ્સ પરથી ઉપલબ્ધ નથી, એવામાં તેને કાર અને બાઇકના સ્પેરપાર્ટ્સ મિક્સ કરીને બનાવવામાં આવી છે. કારના આગળના અને પાછળના ભાગમાં લાગેલી લાઇટ્સ ઉપરાંત આ કારના ટાયર્સ પણ બુલેટમાંથી લેવામાં આવ્યા છે. ચાવી અને પાયલોટ લાઇટ્સ પણ અહીંથી લેવામાં આવી છે. દેખાવમાં આ ઇલેક્ટ્રિક કાર ખૂબ સુંદર છે અને આ આગલા ભાગમાં જાલીનુમા ગ્રિલ લગાવી છે. 19-ઇંચ પૈડા અને વ્હીલ આર્ચ્સ તેને ફૂલ વિંટેજ લુક આપે છે. તમને જણાવી દઇએ કે આ કારની શરૂઆતી કિંમત 2.45 લાખ રૂપિયા છે. 

તમે પણ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? આ વાતોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ


સિંગલ ચાર્જમાં ચાલશે 100 કિમી સુધી
કારની પાછળના ભાગમાં એક ટ્રંક લગાવવામાં આવ્યું છે જેમાં 70 લીટર સ્પેસ સામાન રાખવા માટે મળે છે. કંપનીએ ઇલેક્ટ્રિક કારને ના ફક્ત દેખાવમાં સુંદર બનાવી છે. પરંતુ રેંજ પણ ઠીક-ઠીક આપી છે. કારમાં 1200 વોટ ક્ષમતાવાળી ઇલેક્ટ્રિક મોટર લાગી છે જે 1.5 હોર્સપાવર અને 2.2 એનએમ પીક ટોર્ક બને છે. ફૂલ ચાર્જ કરવા પર આ બેટરી 100 કિમી સુધીની રેંજ આપે છે. કારની સાથે ચારેય એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે અને પાછળના ભાગમાં ટાયર પણ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube