નવી દિલ્હીઃ ફ્રેન્ચ કંપની Thomson ને આ મહિને ભારતીય બજારમાં પોતાનું એક વર્ષ પૂર્ણ કરી લીધું છે. કંપનીએ ગત વર્ષે ભારતીય બજારમાં બીજીવાર એન્ટ્રી લીધી હતી. આ સાથે કંપનીએ જાણકારી આપી છે કે કંપની ફ્લિપકાર્ટ પર 21 એપ્રિલે થોમસન ટીવી સેલનું આયોજન કરશે. આ દરમિયાન ગ્રાહકોને ટીવી મોડલો પર 10,000 રૂપિયા સુધીની છૂટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોમસન ટીવી મોડલો માટે ફ્લિપકાર્ડ પર સેલ 12:00AM શરૂ થસે. એટલે કે 20 એપ્રિલના મધ્યરાત્રીથી ગ્રાહક ઓફરનો લાભ લઈ શકશે. હાલમાં તે જાણકારી નથી કે થોમસનના ક્યા મોડલો પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 


હાલમાં જે મોડલ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે તેની વાત કરવામાં આવે તો 24-ઇંચ થોમસન R9 HD LED TV (7,999 રૂપિયા),  32-ઇંચ થોમસન B9 Pro HD LED स्मार्ट TV (11,999 રૂપિયા), અને 32-ઇંચ થોમસન  R9 HD LED TV (9,999 રૂપિયા) ઉપલબ્ધ છે. આ સિવાય ગ્રાહક 40-ઇંચ, 50-ઇંચ અને 55-ઇંચ સ્માર્ટ ટીવીનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ સાથે થોમસન તરફથી બીજા ટીવી મોડલ ઉપલબ્ધ છે. આશા છે કે કંપની તેમાં પણ ઓફર્સ આપશે. 


આ સિવાય કંપનીએ ગત મહિને ભારતમાં પ્રથમ 40-ઇંચ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું હતું. આ સ્માર્ટ ટીવીની કિંમત કંપનીએ 20,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ટીવીમાં 4K YouTube વીડિયોઝ સ્પોર્ટ, ટીવી આસિસ્ટેન્ટ, 6 પ્રી-લોડેડ એપ્સ, 18 ભાષાઓમાં કન્ટેન્ટ, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સ્પોર્ટ તથા 3 દિવસના વેધર રિપોર્ટ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર