Mobile Apps: જ્યારે ઇન્ફ્લુઅન્સર્સ માર્કેટિંગ' શબ્દ એક દાયકા પહેલા સાંભળ્યો ન હતો, અત્યારે તે ભારત અને સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક બની ગયો છે. હાલમાં, વૈશ્વિક ઇન્ફ્લુઅન્સર્સ માર્કેટિંગ ઉદ્યોગ, જે 2020માં 6 બિલિયન યુએસડીનો છે, તે 32 ટકાના સીએજીઆરથી વધીને 2025 સુધીમાં  24.1 બિલિયન યુએસડી સુધી પહોંચે તેવી અપેક્ષા છે. ભારતીય ઇન્ફ્લુઅન્સર્સ માર્કેટિંગ ઉદ્યોગ પણ ગતિ જાળવી રહ્યો છે. રૂ. 900 કરોડનું મૂલ્ય ધરાવતું, તે 2025 સુધીમાં રૂ. 2,200 કરોડ સુધી પહોંચવા માટે 25 ટકાના સીએજીઆર થી વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. વુબ મેમો  (VUUB MEMO) એપ વિષે લોકોને માહિતગાર કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબના 300થી વધારે ગામડાઓમાં લોકોને એપ વિષે માહિતગાર કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વુબ મેમો એપના સ્થાપક શિવાયએ લોન્ચ વિષે વાત કરતા જણાવ્યું કે "આજના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ સોશિયલ મીડિયામાં જોવા મળે છે અને એક રિસર્ચ મુજબ ભારતમાં 448 મિલિયનથી વધુ સક્રિય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ છે. જેઓ સરેરાશ 2 કલાક અને 25 મિનિટ સોશિયલ મીડિયાનો વપરાશ કરે છે. ત્યારે અમે કઈંક એવું ડેવેલોપ કરવા માંગતા હતાં જે આપણું હોય, આપણા દેશનું હોય ત્યારે અમે ભારતના જુદા જુદા ગામોમાં, શહેરોમાં વસતા અપરિચિત લોકોમાં રહેલા ટેલેન્ટને બહાર કાઢવાના હેતુસર અમે વુબ મેમોની શરૂઆત કરી છે."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube