નવી દિલ્હી: Whatsapp પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ પેમેન્ટની સર્વિસ શરૂ થઇ ગઇ છે અને મહિનાના અંત સુધી તેના દ્વારા તમે ઇંશ્યોરન્સ અને પેંશન પ્રોડક્ટ પણ ખરીદી શકશો. શરૂઆતમાં Whatsapp પ્લેટફોર્મ પર હેલ્થ ઇંશ્યોરન્સ પ્રોડક્ટનું વેચાણ શરૂ થશે અને હેલ્થ ઇંશ્યોરન્સની નાની ટિકિટ સાઇઝના સ્ટાડર્ડ પ્રોડક્ટ્સ તેના દ્વારા ખરીદી જશો. ત્યારબાદ માઇક્રો પેંશન પ્રોડક્ટને Whatsapp દ્વારા ખરીદી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Income tax-પર્સનલ લોન પર પણ મળે છે ટેક્સ છૂટનો ફાયદો, આ તમે જાણો છો આ રીત?


હેલ્થ ઇંશ્યોરન્સ પ્રોડ્ક્ટનું વેચાણ શરૂ થશે
ફેસબુક ફ્યૂલ ફોર ઇન્ડીયા 2020 ઇવેન્ટમાં Whatsapp ઇન્ડીયાના પ્રમુખ અભિજીત બોસે કહ્યું કે આ વર્ષના અંત સુધી એસબીઆઇના વ્યાજબી સ્વાસ્થ્ય વિમાને Whatsapp દ્વારા ખરીદી શકાશે. આ ઉપરાંત Whatsapp દ્વારા એચડીએફસી પેન્શન અને પિનબોક્સ સોલ્યૂશન્સ સાથે પોલિસી પણ ખરીદી શકશો. તેનાથી નિવૃતિ માટે બચત કરવામાં તે લોકોને મદદ મળશે જેમને ઓર્ગેનાઇઝ એંપ્લાયમેન્ટ બેનિફિટ્સ નહી મળે અથવા તેમના પાસ કોઇ નિવૃત યોજના નથી. 

રોમેન્ટિક ડિનર ડેટ પર ગયા Hardik Pandya અને Natasa Stankovic, તસવીરો થઇ રહી છે વાયરલ


નાની સાઇઝ, ઓછી શરતો સ્ટાડર્ડ પ્રોડક્ટ્સથી શરૂઆત થશે
Whatsapp નો ઉદ્દેશ્ય ઇંશ્યોરન્સ કંપનીઓ અને માઇક્રો-પેંશન પ્રોડક્ટ્સ ઓફર કરનારી ફર્મ માટે એક કોમ્પેટેટિવ પ્લેટફોર્મના રૂપમાં બનીને ઉભરી રહ્યો છે અને પોતાના નવા પગલાં સાથે ભારતીય નાણાકીય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. બોસે એ પણ ઉલ્લેખ કર્યો કે મેસેજિંગ એપ ભારતીય યૂઝર્સ માટે હેલ્થ ઇંશ્યોરન્સ અને માઇક્રો પેંશન લઇને આવવું સરળ બનાવી દેશે. ભલે તે ક્યાંય પણ રહેતા હોવ અને તેમની આવક કંઇ પણ હોય. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube