ટૂંક સમયમાં નવું ફીચર લોન્ચ કરશે ટિક-ટોક, ઇન્સ્ટાગ્રામની જેમ કરશે કામ
દુનિયાભરમાં જાણીતી શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિક-ટોક નવા ફીચરને લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે.
સૈન ફ્રાન્સિસ્કોઃ વિશ્વભરમાં પ્રખ્યાત શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિક-ટોક નવુ ફીચર લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે, જેને ફેસબુકના માલિકીવાળી ઇન્સ્ટાગ્રામથી પ્રેરિત ગણાવવામાં આવી રહ્યું છે. ફીચર્સની શોધ કરનાર રિવર્સ-એન્જિનિયરિંગના નિષ્ણાંત જેન માનચુન વોંગે ટ્વીટર પર ફીચરના સ્ક્રીનગ્રૈબ્સ પોસ્ટ કર્યાં છે.
સારૂ કરવા હંમેશા કરી રહ્યાં છે પ્રયોગ
ઇન્સ્ટાગ્રામથી પ્રેરિત ફીચરમાં ગ્રિડ-સ્ટાઇલ લેઆઉટ, એક એકાઉન્ટ સ્વીચર અને એક ડિસ્કવર પેજ તથા અન્ય સુવિધાઓ હશે. ટેકક્રંચે શનિવારે પ્રવક્તાના હવાલાથી કહ્યું, અમારા સમુદાય માટે એપના અનુભવોને સારા બનાવવા માટે અમે હંમેશા પ્રયોગ કરતા રહ્યાં છીએ.
પરંતુ ટિક-ટોકના પ્રવક્તાએ આ બાબતે કંપનીની યોજનાઓ વિશે વધુ જાણકારી આપવાનો ઇનકાર કર્યો, પરંતુ તે વાતનું સમર્થન કર્યું કે ફીચર પર કંપની કામ કરી રહી છે. આ પહેલા એવા સમાચાર આવી રહ્યાં હતા કે સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક ટિક-ટોક માટે એક વિરોધી એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.