નવી દિલ્હી: પોપ્યુલર વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTok ની પેરેન્ટ કંપની Bytedance ને ગત મહિને ભારતમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગત મહિને કોર્ટે આપત્તિજનક કન્ટેટ્સને પ્રોત્સાહન આપવાના બદલે એપને બેન કરી દેવામાં આવી હતી. જોકે પછી એપ પરથી પ્રતિબંધ દૂર કરી દેવામાં આવ્યો. જોકે એપ ફરીથી પોતાની મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે. તો બીજી તરફ ચીનમાં પણ કંપની પોતાના અનેક સોશિયલ એપ્સ દ્વારા મજબૂતીથી આગળ વધી રહી છે. હવે કંપનીએ Feiliao નામની એક ચેટ એપને ઉતારી છે. હાલ આ એપ ફક્ત ચીનના બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે એટીએમ કાર્ડ દ્વારા પૈસા કાઢો છો તો આ નિયમ જરૂર યાદ રાખો


Feiliao ને ચીનના પોપ્યુલર ચેટ એપ WeChat નું રાઇવલ માનવામાં આવી રહ્યું છે. જોકે કોન્સેપ્ટ તરીકે Feiliao વીચેટથી થોડી અલગ છે. ફક્ત મેસેંજર એપ હોવાના બદલે Feiliao યૂજર્સને ટોપિક બેસ્ડ ફોર્મ ક્રિએટ કરવવા માટે પ્રોસાહિત કરે છે અને તેના પર યૂજર્સ ચેના ફોર્મમાં ડિસ્કશન કરી શકે છે. યૂજર્સ આ એપ દ્વારા વોઇસ અને વીડિયો કોલ્સ પણ કરી શકે છે.

Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


એપના ઓફિશિયલ ડિસ્ક્રિપ્શન અનુસાર Feiliao એક ઇંટ્રેસ્ટ બેસ્ડ સોશિયલ એપ છે. અહીં ચેટ જેવા ફીચર્સ અને વીડિયો કોલ્સ મળશે. સાથે જ તમે અહીં નવા ફ્રેંડ્સ શોધી શકો છો અને સારી વાતો શેર કરી શકો છો. આ ઉપરાંત તમે પોતાની ફીડ પર પોતાની ડેલી લાઇફ શેર કરી શકો છો અને ક્લોઝ ફ્રેંડ્સની સાથે ચેટ કરી શકો છો. 


WeChat થી વિરૂદ્ધ આ નવી એપ દ્વારા યૂજર્સ ચેટિંગ ઉપરાંત ઘણી વસ્તુઓ કરી શકે છે. Feiliao દ્વારા યૂજર્સ ફોરમ ક્રિએટ કરી શકે છે અને તેમાં પાર્ટિસિપેટ કરી શકો છો અને ઘણા કન્વર્સેશનનો ભાગ બની શકો છો. 

રાણી એલિઝાબેથના બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે કરવી છે નોકરી?
 
ચીનમાં Bytedance ની પાસે Feiliao થી હળતી મળતી કોન્સ્પેપ્ટવાળી વધુ એક એપ Jike પણ છે. આ એપના લીધે ચીની બજારમાં એપ સેક્ટરમાં ઘણા ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે ગ્લોબલ માર્કેટની માફક અહીં પોપ્યુલર મેસેજિંગ એપ જેવા ફેસબુક મેસેંજર અને વોટ્સઅપ ઉપલબ્ધ નથી. WeChat ચીનમાં ઓલ-ઇન-વન એપની માફક ઉપલબ્ધ છે. તેના દ્વારા ત્યાં ચેટિંગ, કેબ બુકિંગ, પેમેંટ અને એવા ઘણા કામ કરી શકાય છે.