નવી દિલ્હીઃ iPhone 14ને લઈને અત્યાર સુધી ઘણી બધી બાબતો સામે આવી છે. ફોનને લઈને કેટલીક અટકળો વહેતી થઈ હતી. જેથી લોકો ખરીદવ માટે ઉત્સાહમાં આવી ગયા હતા. એવી જ રીતે આઈફોન 13 વિશે પણ ઘણી બાબતો સામે આવી છે. જેમાંથી કેટલાક ખોટા પણ નીકળ્યા હતા. જેમાં સૌથી મોટી મેંથી ટચ આઈડીનું કમબેકની વાત હતી. પરંતુ તે સાચી નહોંતી. 2021માં આપણે પોર્ટલેસ આઈફોન, હંમેશા ડિસપ્લે ચાલુ રહે તેવા આઈફોનનું વેચાણ નથી જોયું. પરંતુ તેની લોન્ચિંગની તારીખ સાચી નીકળી. iPhone 14 એ હજુ સુધી કોઈ રિલીઝ ડેટ વિશે ચર્ચા કરી નથી. પરંતુ અપેક્ષા છે કે Apple સપ્ટેમ્બર 2022 માં લોન્ચ ઇવેન્ટ યોજશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 14 લોંન્ચ માટે તૈયાર-
Apple સપ્ટેમ્બરના પ્રથમ અથવા બીજા મંગળવારે તેના નવા iPhones લોન્ચ કરે છે. આ વર્ષે, iPhone 13 સીરિઝની 14 સપ્ટેમ્બર  મંગળવારના રોજ સત્તાવાર રીતે શરૂઆત થઈ હતી. ત્યારબાદ શુક્રવારે 17 સપ્ટેમ્બરના રોજ પ્રી-ઓર્ડર શરૂ થયા હતા. અને અંતે ફોનનું 24 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થયું હતું. આવતા વર્ષે iPhone 14 માટે ફોલ ઇવેન્ટ 6 સપ્ટેમ્બર અથવા 13 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. iPhones સામાન્ય રીતે તે જ અઠવાડિયાના શુક્રવારે પ્રી-ઓર્ડરની શરૂઆત કરી દે છે. જેથી ઇવેન્ટ આવતા વર્ષે સપ્ટેમ્બર 9 અથવા સપ્ટેમ્બર 16 ના થવાની શક્યતા છે.


એપલ કરી શકે છે ડિઝાઈનમાં ફેરફાર-
સામાન્ય રીતે એપલની જાહેરાતના દોઢ અડવાડિયા બાદ iPhone લોંચ થતા હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે Apple નવી ડિઝાઈન અને સાઈઝ રજૂ કરે છે ત્યારે એક નહીં પરંતુ અનેક ઈવેન્ટ્સ યોજાય છે. એવા અહેવાલો આવ્યા છે કે કંપની આઇફોનની ડિઝાઇનમાં ફેરફાર કરવા જઇ રહી છે. તેવામાં અનેક ઈવેન્ટ યોજાઈ શકે છે. જેના માટે લોકોમાં પણ ઉત્સાહ વધી રહ્યો છે.  


iPhoneમાં  હશે USB-C પોર્ટ-
એક રિપોર્ટ મુજબ વેનિલા મોડલ 6.1-ઇંચનું હશે અને પ્રો મોડલનું કદ 6.7-ઇંચ હશે.Tipster LeaksAppleProએ જાહેર કર્યું છે કે Apple હાલમાં "આગામી iPhoneમાં USB-C પોર્ટ ઉમેરવાનું વિચારી રહ્યું છે." જેના કારણે એન્ડ્રોઈડ ફોન બનાવતી કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. ટિપ્સરે જણાવ્યું કે Apple આગામી iPhoneમાં USB-C પોર્ટ ઉમેરવાનું વિચારી રહી છે. ખાસ કરીને પ્રો લાઇનઅપ માટે.