નવી દિલ્હીઃ હાલ ટ્વીટરના માલિક એલોન મસ્કના એક નિવેદનને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. દુનિયાભરમાં એલોન મસ્કનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. કારણ એછેકે, એક તરફ ટ્વીટરમાંથી ધડાધડ લોકો રાજીનામાં આપી રહ્યાં છે. ત્યાં બીજી તરફ ટ્વીટરના માલિક એલોન મસ્ક સ્ટાફના સામૂહિક રાજીનામાં અંગે બિલકુલ ચિંતિંત નથી. એલોન મસ્કને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એકદમ બિંદાસ અંદાજમાં પોતાનો જવાબ આપ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલોન મસ્કએ ​​જણાવ્યું હતું કે કર્મચારીઓને "હાર્ડકોર" કામ કરવા માટે કટિબદ્ધ કરવા માટેના તેમના અલ્ટીમેટમ પછી ટ્વિટર પર કર્મચારીઓની વિદાય વધી રહી હોવા છતાં પણ તેઓ ચિંતિત નથી. "શ્રેષ્ઠ લોકો રોકાયા છે, તેથી હું ખૂબ ચિંતિત નથી," મસ્કે સામૂહિક રાજીનામાને કારણે ટ્વિટરએ તેની ઓફિસો બંધ કર્યાના કલાકો પછી ટ્વિટ કર્યું.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube