Instagram New Feature: મેટાની સોશિયલ મીડિયા એપ Instagram એ યુઝર્સ માટે એક નવું ફીચર ઉમેર્યું છે. જી હા... પહેલા ઈન્સ્ટાગ્રામ એપમાં આ સુવિધા નહોતી કે તમે ગ્રીડ પોસ્ટ સાથે મ્યુઝિક એડ કરી શકો પરંતુ તેના નવા અપડેટમાં ઈન્સ્ટાગ્રામે આ સુવિધા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'પાકિસ્તાન તો શું, બધા દેશો ભેગા મળીને હુમલો કરે તો પણ..' ગાંધીનગરમાં શાહની ગર્જના!


અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર એકથી વધુ ફોટા એકસાથે પોસ્ટ કરવામાં આવતા હતા, ત્યારે પ્રથમ ફોટા સિવાય અન્ય કોઈપણ પોસ્ટમાં ગીતો ઉમેરી શકાતા નહોતા, પરંતુ હવે આ નવા અપડેટના કારણે, ગ્રીડની બધી પોસ્ટમાં ગીતો ઉમેરી શકાય છે. ધ વર્જની રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટાગ્રામનું આ ફીચર શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું છે, જેને અમેરિકન સિંગર-ગીતકાર ઓલિવિયા રોડ્રિગો દ્વારા લોકો માટે રજૂ કરવામાં આવ્યું છે.


VIDEO: અમદાવાદમાં ટાયર કિલર બમ્પનો ફીયાસ્કો! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી


ઇન્સ્ટાગ્રામ પર Add Yours સ્ટીકર
ઓલિવિયા રોડ્રિગોએ આ સુવિધાનો ઉપયોગ પોતાના નવા ગીત 'Bad Idea Right?' માટે ઉપયોગ કર્યું. આ ફીચરમાં યુઝર્સને તમામ પોસ્ટમાં એક જ ગીત ઉમેરવાનો વિકલ્પ મળશે. તમને જણાવી દઈએ કે દરેક પોસ્ટ માટે અલગ-અલગ ગીતોનો વિકલ્પ નહીં હોય. આ નવી સુવિધા ધીમે ધીમે તમામ જગ્યાઓ પર લાવવામાં આવી રહી છે, થોડાક દિવસો દરેક વ્યક્તિ આ સુવિધાનો આનંદ લઈ શકશે. નોંધપાત્ર વાત એ છે કે, Instagram ટૂંક સમયમાં Add Yours સ્ટીકર્સ નામનું ફીચર લાવવા જઈ રહ્યું છે.


ગિરનાર જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર: આ કારણે રોપ-વે સેવા બંધ, પ્રવાસીઓમાં નિરાશા


જે લોકો રીલ્સ બનાવે છે તેમને આ સુવિધાનો સૌથી વધુ ફાયદો મળશે. આ સુવિધા સાથે જો ચાહકો તેમના ક્રિએટર્સના પ્રોમ્પ્ટ પર રીલ બનાવવા માંગતા હોય, તો તેઓ નવી રીલ બનાવી શકે છે અને તે ક્રિએટર્સના પેજ પર હાઈલાઈટ થશે. જો કે, આમાં ક્રિએટર્સની ઇચ્છા પણ જોવી પડશે કારણ કે જો ક્રિએટર્સ તેને હાઇલાઇટ નહીં કરે તો રીલ દેખાશે નહીં.


ગુજરાતમાં મેઘરાજા આ તારીખ પછી તોફાની બેટિંગ કરશે, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી


ઇન્સ્ટાગ્રામના આ ફીચરની મદદથી ચાહકોને તેમના મનપસંદ ક્રિએટર્સના પેજની મુલાકાત લેવાની તક મળશે. જ્યારે, ક્રિએટર્સ પાસે આવી 10 હાઇલાઇટ્સ ઉપલબ્ધ હશે, જે તે પેજ પર જોઈ શકે છે, આ સાથે, જો કોઈ ચાહકને તેના પ્રિય ક્રિએટર્સના પેજ પર હાઇલાઇટ થતાંની સાથે જ સૂચના મળશે.  ન્સ્ટાગ્રામ યુઝર્સની પ્રાઈવસીનું ધ્યાન રાખીને ડીએમમાં ​​પ્રતિબંધ લાદવાની તૈયારી કરવામાં આવી છે. આના કારણે નોન ફોલોઅર્સ એક દિવસમાં તેમની સામેની વ્યક્તિને એકથી વધુ મેસેજ મોકલી શકશે નહીં.


ઘોર કળિયુગ! ભાઈએ બેન સાથે વારંવાર શરીરસુખ માણ્યું, યુવતીએ કંટાળી માતાને કહ્યું તો...