OnePlus 7T Pro આજે થઇ શકે છે લોન્ચ, જાણો કેટલી છે કિંમત
OnePlus 7T Proને આજે OnePlus 7T સીરીઝ લોન્ચ ઇવેન્ટમાં લંડનમાં લોન્ચ કરી શકે છે. કંપનીએ આ ફોનને લઇને ટ્વિટર પર ટિઝર જાહેર કર્યું હતું
OnePlus 7T Proને આજે OnePlus 7T સીરીઝ લોન્ચ ઇવેન્ટમાં લંડનમાં લોન્ચ કરી શકે છે. કંપનીએ આ ફોનને લઇને ટ્વિટર પર ટિઝર જાહેર કર્યું હતું. OnePlus 7T સીરીઝની લોન્ચિંગ માટે Amazon ઇન્ડિયા પર પણ એક ડેડીકેટેડ પેજ બનાવવામાં આવ્યું છે.
લંડનના આજના ઇવેન્ટમાં એક McLaren Edition સ્માર્ટપોનને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આશા છે કે, આ OnePlus 7T Proનું જ વેરિએન્ટ હશે. OnePlus 7T Pro માટે લોન્ચ ઇવેન્ટની શરૂઆત 4pm BST (8.30pm IST) થશે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, OnePlus 7T Proમાં એક નોચ-લેસ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર મળશે.
આ પણ વાંતો:- હવે ફ્રી નહીં જીયો પર વૉઇસ કોલ, આપવા પડશે 6 પૈસા પ્રતિ મિનિટ
OnePlus 7T Pro લોન્ચ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કંપનીની વેબસાઇટ અને YouTube પર પણ જોવા મળશે. OnePlus 7T Pro McLaren Editionને પણ આ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવે તેવી આશા છે. નવા ફોનની કિંમતને લઇને કોઇ જાણકારી મળી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેની કિંમત OnePlus 7T Pro રેન્જથી થોડી વધારે હશે. તમને જણાવી દઇએ કે, OnePlus 7T Proની શરૂઆતની કિંમત ભારતમાં 48,999 રૂપિયા હતી.
આ પણ વાંતો:- ગૂગલ જ નહી Instagram વડે પણ ઘરે બેઠા દર મહિને કરો હજારો રૂપિયા
ટિપ્સટર ઇશાન અગ્રવાલના જણાવ્યા અનુસાર 7T Proને McLaren Edition 12GB+ 256GB વેરિએન્ટમાં આવશે અને તેની કિંમત EUR 849 થી EUR 859 (લગભગ 66,000 રૂપિયાથી 67,000 રૂપિયા)ની વચ્ચે રાખવામાં આવશે. એવામાં આ અત્યારસુધીનો સૌથી મોઘો વનપ્લસ ડિવાઇસ હશે.
આ પણ વાંતો:- ઇનવેસ્ટમેન્ટ વગર ઇન્ટરનેટ દ્વારા કરો કમાણી, દર કલાકે થશે હજારોમાં ઇનકમ
OnePlus 7T Porની સંભાવિત સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં HDR10+ સ્પોર્ટની સાથે 6.65 ક્વોડ HD+(1440X3100 પિક્સલ) Fluid AMOLED ડિસ્પલે, ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર, 8GB/12GB રેમ અને 256GB સ્ટોરેજ મળશે. તેમજ તે એન્ડ્રોઇડ 10 પર ચાલશે. રિપોર્ટ્સ અનુસાર, તેની બેટરી 4,085mAh હશે.
જુઓ Live TV:-