Top Selling Car: બલેનો, ટાટા પંચ, નેક્સોન, બધાને બાજુ પર હડસેલી આ કાર પર લોકો તૂટી પડ્યા, બની ટોપ સેલિંગ કાર
Top Selling Car February 2024: ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કારમાં 6 મોડલ તો મારુતિ સુઝૂકીના છે. જ્યારે બે ટાટા મોટર્સના અને એક-એક હુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના છે.
ફેબ્રુઆરી મહિનામાં લોકોએ કઈ કાર પર પ્રેમ વરસાવ્યો છે તે હવે સામે આવી ગયું છે. જેમાં મારુતિ અને ટાટાની કાર સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કારમાં 6 મોડલ તો મારુતિ સુઝૂકીના છે. જ્યારે બે ટાટા મોટર્સના અને એક-એક હુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના છે.
આ કાર બની નંબર વન
મારુતિ સુઝૂકીની વેગનઆર કારે બધાને પછાડીને ફરી પાછુ ઓવરઓલ લાર્જેસ્ટ સેલિંગ કાર (ભારત)નું સ્થાન મેળવી લીધુ છે. જ્યારે ટાટા પંચ ગાડી બેસ્ટ સેલિંગ એસયુવી બની છે. એસયુવી પાછળ પાગલપણું યથાવત જોવા મળ્યું છે કારણ કે સૌથી વેચાયેલી ટોપ 10 કારના લિસ્ટમાં 6 તો એસયુવી છે. કેટલીક હેચબેક અને એકાદી સેડાન તથા એમવીપી પણ સામેલ છે.
મારુતિ સુઝૂકી વેગનઆર ફેબ્રુઆરી 2024માં દેશમાં સૌથી વધુ વેચાયેલી કાર બની છે. તેના 19,412 યુનિટ્સ વેચાયા છે. ત્યારબાદ નંબર આવે છે ટાટા પંચનો. જેના 18,438 યુનિટ્સ વેચાયા છે. ત્યારબાદ 17,517 કારના વેચાણ સાથે મારુતિ સુઝૂકી બલેનોનો નંબર આવે છે. ડિઝાયરના 15,837 યુનિટ્સ ફેબ્રુઆરીમાં વેચાયા છે. જ્યારે મારુતિ સુઝૂકી બ્રેઝાના 15,765 યુનિટ્સ, અર્ટિગાના 15,519 યુનિટ્સ વેચાયા છે.
એસયુવી પણ ધૂમ વેચાઈ
હુન્ડાઈ ક્રેટાના 15,276 યુનિટ્સ વેચાયા. જ્યારે મહિન્દ્રા સ્કોર્પિયો (એન અને ક્લાસિક)નો પણ વેચાણનો રેકોર્ડ બનતા 15,051 યુનિટ્સ વેચાયા. ટાટા નેક્સોન આશ્ચર્યજનક રીતે પછડાતી જોવા મળી અને તેના 14,395 યુનિટ્સ વેચાયા. મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સના 14,168 યુનિટ્સ વેચાયા.
ફેબ્રુઆરી 2024ની ટોપ 10 સેલિંગ કાર
1. મારુતિ સુઝૂકી વેગનઆર- 19,412 યુનિટ્સ
2. ટાટા પંચ - 18,438 યુનિટ્સ
3. મારુતિ સુઝૂકી બલેનો- 17,517 યુનિટ્સ
4. મારુતિ સુઝૂકી ડિઝાયર - 15,837 યુનિટ્સ
5. મારુતિ સુઝૂકી બ્રેઝા - 15,765 યુનિટ્સ
6. મારુતિ સુઝૂકી અર્ટિગા- 15,519 યુનિટ્સ
7. હુન્ડાઈ ક્રેટા- 15,276 યુનિટ્સ
8. મહિન્દ્રા સ્કોર્પિયો- 15,051 યુનિટ્સ
9. ટાટા નેક્સોન- 4,395 યુનિટ્સ
1- મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ - 14,168 યુનિટ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube