Best Selling SUV In April 2024: એપ્રિલ 2024માં સૌથી વધુ વેચાનારી  SUV ના લિસ્ટમાં ટાટા પંચનો દબદબો રહ્યો છે. 19158 યુનિટ્સના વેચાણ સાથે તે બેસ્ટ સેલિંગ એસયુવી રહી છે. તેના વેચાણમાં વાર્ષિક આધાર પર 75 ટકાનો વધારો થયો છે. તો બીજા નંબરે મારુતિ સુઝુકીની બ્રેઝા રહી છે. આ  4-મીટર SUV ના 17113 યુનિટ્સ વેચાયા છે, જ્યારે પાછલા મહિનામાં 11836 યુનિટ્સનું વેચાણ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હ્યુન્ડાઈ ક્રેટા 15447 યુનિટ્સના વેચાણ સાથે એપ્રિલ 2024માં ત્રીજી સૌથી વધુ વેચાનાર એસયુવી રહી. તો મહિન્દ્રા સ્કોર્પિયોના વેચાણમાં 54 ટકાનો વધારો થયો છે. એપ્રિલ 2024માં તેના 14807 યુનિટ્સ વેચાયા છે. જ્યારે પાછલા વર્ષે એપ્રિલમાં 9617 યુનિટ્સનું વેચાણ થયું હતું. નોંધનીય છે કે આ આંકડામાં સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિકના વેચાણના આંકડા સામેલ છે.


મારૂતિ સુઝુકી ફ્રોક્સને પણ લોકોએ ખુબ પસંદ કરી છે, આ સાથે તે સૌથી વધુ વેચાનાર એસયુવીમાં પાંચમાં સ્થાને આવી ગઈ છે. એપ્રિલ 2024માં તેના 14286 યુનિટ્સનું વેચાણ થયું છે. પાછલા વર્ષે સમાન મહિનામાં તેના 8784 યુનિટ્સ વેચાયા હતા. એટલે કે વાર્ષિક આધાર પર 63 ટકાનો વધારો થયો છે.


આ પણ વાંચોઃ ચેતવણી! ફોનમાંથી તત્કાલ ડિલીટ કરો આ એપ્સ, બાકી થઈ જશો જાસૂસીના શિકાર


ત્યારબાદ ટાટા નેક્સોન (11168 યુનિટ્સ), મહિન્દ્રા બોલેરો (9537 યુનિટ્સ), હ્યુન્ડાઈ વેન્યૂ (9120 યુનિટ્સ) અને કિઆ સોનેટ (7901 યુનિટ્સ) ની સાથે ક્રમશઃ છઠ્ઠા, સાતમાં, આઠમાં અને નવમાં સ્થાને રહી. ત્યારબાદ 7756 યુનિટ્સના વેચાણ સાથે હ્યુન્ડાઈ એક્સટર દસમાં સ્થાને રહી છે.


ટોપ-10 એસયુવીનું લિસ્ટ (એપ્કિલ 2024 વેચાણ)
-- Tata Punch- 19,158 યુનિટ્સનું વેચાણ
-- Maruti Brezza- 17,113 યુનિટ્સનું વેચાણ
-- Hyundai Creta- 15,447 યુનિટ્સનું વેચાણ
-- Mahindra Scorpio- 14,807 યુનિટ્સનું વેચાણ
-- Maruti Fronx- 14,286 યુનિટ્સનું વેચાણ
-- Tata Nexon- 11,168 યુનિટ્સનું વેચાણ
-- Mahindra Bolero- 9,537 યુનિટ્સનું વેચાણ
-- Hyundai Venue- 9,120 યુનિટ્સનું વેચાણ
-- Kia Sonet- 7,901 યુનિટ્સનું વેચાણ
-- Hyundai Exter- 7,756 યુનિટ્સનું વેચાણ