Best Selling Car: જૂન મહિનામાં કાર વેચાણના જે આંકડા સામે આવ્યા છે તે મુજબ કેટલીક કારો માટે આ મહિનો એકદમ શાનદાર રહ્યો છે. જ્યારે કેટલીક ગાડીઓના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારની વાત કરીએ તો તેમાં અનેક મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આ લિસ્ટમાં જ્યાં 6 કારો મારુતિ સુઝૂકીની છે ત્યાં બે ગાડીઓ હુંડઈ અને 2 ગાડીઓ ટાટા મોટર્સની પણ જોવા મળી છે. લિસ્ટમાં જે ગાડીઓએ જગ્યા બનાવી છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસ્ટ સેલિંગ કાર
જૂન 2023માં મારુતિ સુઝૂકી વેગનઆર લિસ્ટમાં ટોપ પર રહી છે. જૂન મહિનામાં 17,481 યુનિટ વેચાયા. જ્યારે ગત વર્ષ જૂનમાં 19,190 યુનિટ્સ વેચાયા હતા. આમ જોઈએ તો આ વર્ષે જૂન મહિનામાં વેગનઆરના વેચાણમાં 9 ટકાનો ઘટાડો થયો છે. સ્વિફ્ટ કોમ્પેક્ટ હેચબેક કુલ 15,955 યુનિટ્સ સાથે બીજા સ્થાને રહી. ગત વર્ષ આ જ મહિનામાં 16,213 યુનિટ્સ વેચાયા હતા જેની સરખામણીમાં આ વખતે 2 ટકા ઓછું વેચાણ થયું છે. 


બેસ્ટ સેલિંગ SUV
હુંડાઈ ક્રેટા જૂન 2023માં ત્રીજી સૌથી વધુ વેચાતી કાર રહી છે. આ સાથે જ દેશમાં સૌથી વધુ વેચાયેલી એસયુવી પણ રહી. આ એસયુવીએ 14,447 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. જ્યારે ગત વર્ષ જૂનમાં 13,790 યુનિટ્સ વેચાયા હતા. એ રીતે આ વર્ષે જૂન મહિનામાં 5 ટકા ગ્રોથ નોંધાયો છે. મારુતિ સુઝૂકી બલેનો ગત મહિને 14,077 યુનિટ્સના ઘરેલુ વેચાણ સાથે ચોથા નંબર પર રહી. ટાટા નેક્સન 13,827 યુનિટ્સના વેચાણ સાથે પાંચમા નંબરે જોવા મળી. 


જૂન 2023માં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કાર


મારુતિ સુઝૂકી વેગનઆર- 17,481 યુનિટ્સ
મારુતિ સુઝૂકી સ્વિફ્ટ- 15,955 યુનિટ્સ
હુંડઈ  ક્રેટા- 14,447 યુનિટ્સ
મારુતિ સુઝૂકી બલેનો- 14,077 યુનિટ્સ
ટાટા નેક્સન- 13,827 યુનિટ્સ
હુંડઈ વેન્યૂ- 11,323 યુનિટ્સ
મારુતિ સુઝૂકી ઓલ્ટો- 11,323 
ટાટા પંચ- 10,990 યુનિટ્સ
મારુતિ સુઝૂકી બ્રેઝા- 10,578 યુનિટ્સ
મારુતિ સુઝૂકી વિતારા- 10,486 યુનિટ્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube