મે 2024 મહિનામાં સૌથી વધુ વેચાયેલી કારોના આંકડા આવી ગયા છે. ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીને એકબાજુ સારા સમાચાર મળ્યા છે તો બીજી બાજુ ફટકો પણ પડ્યો છે. ટોપ પર મારુતિ સુઝૂકીની જ કાર છે. પણ એક લોકપ્રિય કારના વેચાણમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે. ગત મહિનામાં લોકોએ કઈ કાર પર પ્રેમ વરસાવ્યો તે પણ જાણો. ટોપ 10 કારની યાદી ઉપર ફેરવી લો નજર....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ કાર 
મારુતિ સુઝૂકીની આ કાર એપ્રિલમાં ટોપ સેલિંગ કાર બનેલી ટાટા પંચને પછાડીને બેસ્ટ સેલિંગ વ્હિકલ બની છે. ટોપ 10 કારની યાદીમાં 7 તો મારુતિ સુઝૂકીની કાર છે. જ્યારે ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, અને મહિન્દ્રાની ગાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. યાદીમાં સૌથી ઉપર હાલમાં જ આવેલી ન્યૂ જનરેશનની સ્વિફ્ટ છે. જેણે  પોતાના શરૂઆતના મહિનામાં પ્રભાવશાળી વેચાણ હાંસલ  કર્યું છે. મે મહિનામાં મારુતિ સુઝૂકી સ્વિફ્ટના 12 ટકાના સકારાત્મક વૃદ્ધિ સાથે 19,393 યુનિટ વેચાયા છે.


સ્વિફ્ટમાં એક્સટીરિયર અને નવા ફીચર્સલ સાથે વધુ પ્રીમિયમ ઈન્ટીરિયર મળે છે. એક નવું 1.2L ત્રણ સિલિન્ડર Z સિરીઝ પેટ્રોલ એન્જિન લાઈનઅપમાં સામેલ થયું છે. તેને મેન્યુઅલ કે AMT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. 


બીજા નંબરે આ કાર
યાદીમાં બીજા નંબરે ટાટાની પંચ કાર આવે છે. જેના મે મહિનામાં 18,949 યુનિટ્સ વેચાયા છે. જ્યારે મે 2023માં આ કારના 11,124 યુનિટ્સ વેચાયા હતા. જેને જોતા  કારનું વેચાણ વધતું જાય છે. ગત વર્ષનું જોતા 70 ટકાનો વધારો નોંધાયો છે. માઈક્રો એસયુવી ફરીથી દેશમાં સૌથી વધુ વેચાતી એસયુવી બની ગઈ. 


ત્રીજા નંબરે પણ મારુતિની કાર
મારુતિ સુઝૂકી ડિઝાયર 16,061 યુનિટસ સાથે વેચાણમાં ત્રીજા નંબરે રહી. જ્યારે બાર મહિના પહેલા આ સમયગાળામાં ડિઝાયરનું વેચાણ 11,315 યુનિટ્સ હતું. તેના વેચાણમાં 42 ટકાનો વધારો નોંધાયો. ચોથા નંબરે હુંડઈ ક્રેટા 1 ટકાના વાર્ષિક વધારા સાથે 14,662 યુનિટ્સ વેચાયા. ગત વર્ષે આ જ સમય દરમિયાન તેના 14,449 યુનિટ્સ વેચાયા હતા. 


આ કારને પડ્યો ફટકો
મારુતિની લોકપ્રિય કાર વેગન આરના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મારુતિ સુઝૂકી વેગનઆરના મે 2023માં 16,258 યુનિટ્સ વેચાયા હતા જ્યારે આ વર્ષે 14,492 યુનિટ્સ વેચાયા એટલે કે ગત વર્ષના મે મહિનાની સરખામણીમાં આ વર્ષે મે મહિનામાં વેચાણમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો. 


Top 10 કારની યાદી


No. Model May 2024 May 2023 Growth
         
1 મારુતિ સુઝૂકી સ્વિફ્ટ 19,393 17,346 12%
2 ટાટા પંચ 18,949 11,124 70%
3 માારુતિ સુઝૂકી ડિઝાયર 16,061 11,315 42%
4 હ્યુન્ડાઈ ક્રેટા 14,662 14,449 1%
5 મારુતિ સુઝૂકી વેગન આર 14,492 16,258 -11%
6 મારુતિ સુઝૂકી બ્રેઝા 14,186 13,398 6%
7 મારુતિ સુઝૂકી અર્ટિગા 13,893 10,528 32%
8 મહિન્દ્રા સ્કોર્પિયો 13,717 9,318 47%
9 મારુતિ સુઝૂકી બલેનો 12,842 18,733 -31%
10 મારુતિ સુઝૂકી Fronx 12,681 9,863 29%