Diesel Cars: આ છે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની ટોપ 5 ડીઝલ કાર્સ
Affordable Diesel Cars: ડીઝલ કારની કિંમત પેટ્રોલ કાર કરતાં વધુ હોય છે પરંતુ તેનો અર્થ એ નથી કે દેશમાં સસ્તી ડીઝલ કાર નથી. માર્કેટમાં ઘણી સસ્તી ડીઝલ કાર ઉપલબ્ધ છે.
Diesel Cars Under Rs. 10 Lakh: ડીઝલ કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ, હજુ પણ ઘણા લોકો વિવિધ કારણોસર ડીઝલ કાર ખરીદવાનું પસંદ કરે છે. જો કે ડીઝલ કારની કિંમત પેટ્રોલ કાર કરતાં વધુ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દેશમાં સસ્તી ડીઝલ કાર નથી. માર્કેટમાં ઘણી સસ્તી ડીઝલ કાર ઉપલબ્ધ છે. આવો, અમે તમને 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની ટોપ 5 ડીઝલ કાર વિશે જણાવીએ, તેમાંથી એક હેચબેક છે અને બાકીની SUV છે.
Tata Altroz Diesel
ટાટા અલ્ટ્રોઝ ડીઝલ રૂ. 8.15 લાખથી શરૂ થાય છે. તે ભારતમાં સૌથી સસ્તી ડીઝલ કાર છે અને એકમાત્ર હેચબેક છે જે ડીઝલ એન્જિન સાથે આવે છે. તેમા 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન (88bhp અને 200Nm) મળે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. જેમા પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ છે.
Mahindra Bolero and Bolero Neo
મહિન્દ્રા બોલેરો અને બોલેરો નિયો રૂ. 9.62 લાખથી શરૂ થાય છે. બોલેરો અને બોલેરો નિયો 7-સીટર ડીઝલ કાર છે. બંને સમાન 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન શેર કરે છે પરંતુ વિવિધ પાવર આઉટપુટ સાથે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. તમને જણાવી દઈએ કે બોલેરો સામાન્ય રીતે મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી કાર છે.
Mahindra XUV300
Mahindra XUV300 ડીઝલ રૂ. 9.90 લાખથી શરૂ થાય છે. તે 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 115bhp અને 300Nmનો પાવર જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પો વિશે વાત કરીએ તો, 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ AMT ઉપલબ્ધ છે. તેમાં પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળે છે.
Kia Sonet diesel
કિયા સોનેટ ડીઝલ રૂ. 9.95 લાખથી શરૂ થાય છે. તેમા બહુવિધ પાવરટ્રેન વિકલ્પો મળે છે, તેમાંથી એક 1.5-લિટર ડીઝલ એન્જિન છે. આ એન્જિન 113bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે.
Tata Nexon
Tata Nexon ડીઝલ(રૂ. 9.99 લાખથી શરૂ થાય છે. Tata Nexon દેશમાં સૌથી વધુ વેચાતી SUVમાંની એક છે. તે 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 113bhp અને 160Nm જનરેટ કરવામાં સક્ષમ છે. તે પેટ્રોલ એન્જિન સાથે પણ આવે છે.
આ પણ વાંચો:
વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : 8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું
Biparjoy Cyclone: બિપરજોય જ નહીં એશિયા પર જોખમ બની ભમી રહ્યા છે વધુ 2 વાવાઝોડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube