Top load vs Front Load Washing Machine Difference: નવું વોશિંગ મશીન ખરીદતી વખતે ગ્રાહકોના મનમાં દુવિધા એ જ હોય છે કે વોશિંગ મશીનના લોડિંગની સ્ટાઈલ કેવી હોવી જોઈએ. બંનેમાંથી કયું વોશિંગ મશીન સારી સફાઈ કરે છે? કોને મેન્ટેન કરવું સરળ છે? આવો જાણીએ આવા જ સવાલોનો જવાબ. જેથી તમે સરળતાથી બેમાંથી એકની પસંદગી કરી શકો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારી સફાઈની વાત કરીએ તો ફ્રન્ટ લોડ વાળું વોશિંગ મશીન ટોપ લોડની તુલનામાં સારી રીતે કપડાંની સફાઈ કરે છે. સાથે જ ફ્રન્ટ લોડના મશીનમાં ડિટર્જન્ટનો યોગ્ય ઉપયોગ પણ થાય છે. જ્યારે ટોપ લોડ મશીનમાં કપડાં ખેંચાઈ જાય છે. એવામાં ફેબ્રિકના કપડા ખરાબ થવાની સંભાવના વધી જાય છે. આની સફાઈ પણ ફ્રન્ટ લોડની તુલનામાં ઓછી હોય છે. 


આ પણ વાંચો:


ઉનાળામાં લાઈટ નહીં હોય તો પણ આ પંખો ચાલશે, ઠંડક આપશે AC જેવી, કિંમત છે સાવ ઓછી


દિવસની સરખામણીએ રાત્રે વધારે સ્પીડમાં ચાલે છે ટ્રેન, જાણો શું હોય છે કારણ


વ્યક્તિના મોત બાદ શું કરાય છે AADHAR અને PAN કાર્ડનું? શું છે તેના નિયમ જાણો


કોણ ઝડપથી ધોવે છે કપડાં: 
ટોપ લોડ વોશિંગ મશીન સામાન્ય રીતે કપડાને જલદી ધોવે છે. કેમ કે, કપડા સંપૂર્ણ ધોવાઈ ન જાય ત્યાં  સુધી પાણીમાં ડૂબેલા રહે છે. સાથે જ એજિટેટરવાળા ટોપ લોડિંગ મીશન ઝડપથી કપડાં ધોવે ચે. બીજી તરફ ફ્રન્ટ લોડિંગ મશીનની વાત કરીએ તો આ એક વોશ સાયકલ માટે લગભગ 60 મિનિટનો સમય લે છે. 


કયા મશીનથી ઝડપથી સૂંકાય છે કપડાં: 
ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન કપડાને ડ્રાયરમાં નાખવા પહેલાં પાણીનો નીચોડ કરી નાખે છે. ફ્રન્ટ લોડ મણશીન સ્ટેન્ડર્ડ ટોપ લોડ મશીનની તુલનામાં 33 ટકા વધુ ઝડપથી સ્પીન થાય છે. આવી જ રીતે ફ્રન્ટ લોડ મશીનમાં કપડા જલદી સૂકાય પણ છે. 


કયા મશીનને ઓપરેટ કરવું સરળ છે:
ટોપ લોડિંગ વોશિંગ મશીનની પોઝિશન મોટાભાગે યૂઝર્સ માટે અનુકુળ હોય છે. કેમ કે, આને સરળતાથી ઊભા રહીને ઓપરેટ કરી શકાય છે. જ્યારે, ફ્રન્ટ લોડ માટે યૂઝર્સ થોડું વળવું પડે છે. એવામાં આરામદાયક ટોપ લોડ હોય છે.


મેન્ટેનન્સ: 
ફ્રન્ટ લોડવાળું મશીન ટોપ લોડની તુલનામાં જલદી સાફ કરવાનું હોય છે. કેમ કે, આનું ફોર્મેશન કંઈક આવી જ હોય છે. જ્યારે ટોપ લોડનું ફોર્મેશન એ પ્રકારનું હોય છેકે વધુ મેન્ટેન કરવાની જરૂર નથી હોતી.


બજેટ:
ઘણી ખુબીઓ હોવાના કારણે ફ્રન્ટ લોડનું વોશિંગ મશીન થોડું મોંઘુ હોય છે. પરંતુ, જો તમે બજેટની ચિંતા ના કરતા હોય તો ફ્રન્ટ લોડ મશીન લઈ શકો છો. કેમ કે, આ કિંમત પ્રમાણે સારા હોય છે. પરંતુ, તમારું બજેટ ઓછું છે તો તમે ટોપ લોડ મશીન લઈ શકો છો.