ઓગસ્ટ મહિનામાં ભારતીય બજારમાં ગ્રાહકોએ કઈ કાર ખરીદવા માટે પડાપડી કરી તેની યાદી સામે આવી ગઈ છે. ગત મહિનામાં ટોપ 10 કારોમાં જે મોડલોને જગ્યા મળી તેમાં સૌથી વધુ મારુતિ સુઝૂકીની 6 કાર સામેલ છે. એટલું જ નહીં લગભગ 4થી 5 મહિના બાદ આ યાદીમાં ટોપનું સ્થાન મેળવવાનું કામ પણ મારુતિએ કર્યું. વાત જાણે એમ છે કે ગત મહિને જે કારોનો દબદબો જોવા મળ્યો તે મારુતિની જ એક એવી કાર છે જેનું નામ જાણીને તમે અચંબિત થઈ જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ સેલિંગ કાર ઓગસ્ટ 2024
ઓગસ્ટ મહિનામાં જે ટોપ કાર્સની યાદી સામે આવી છે તેમાં ટોપ પર મારુતિ બ્રેઝા છે. બ્રેઝાના કુલ 19190 યુનિટ વેચાયા. એ જ રીતે બ્રેઝાએ હુંડાઈ ક્રેટા, ટાટા પંચ, મારુતિ સ્વિફ્ટ, વેગનઆર જેવા મોડલોને પણ પાછળ છોડી દીધા. 


ઓગસ્ટ મહિનામાં વધુ વેચાયેલી કારો
ઓગસ્ટ મહિનામાં ટોપ 10 કારોની યાદીમાં મારુતિ બ્રેઝાના 19190 યુનિટ્સ, જ્યારે મારુતિ અર્ટિગાના 18580 યુનિટ્સ, ક્રેટાના 16762 યુનિટ્સ, મારુતિ વેગનઆરના 16450 યુનિટ, ટાટા પંચના 15642 યુનિટ્સ, મારુતિ સ્વિફ્ટના 12844 યુનિટ, મહિન્દ્રાની સ્કોર્પિયો 12723, મારુતિ બલેનો 12485, મારુતિ ફ્રોંક્સ 12387 યુનિટ અને ટાટા નેક્સનના 12289 યુનિટ વેચાયા છે. બ્રેઝા માટે પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે તે દેશની સૌથી વધુ વેચાયેલી કાર બની ગઈ છે. ટોપ 10 લિસ્ટમાં એવું પણ જોવા મળ્યું કે હોન્ડા અને ટોયેટાની કોઈ પણ કારને જગ્યા ન મળી. 


ટોપ કાર્સની યાદી


કારનું નામ વેચાણ (યુનિટ)
   
મારુતિ બ્રેઝા 19,190
માારુતિ અર્ટિગા 18,580
હુંડાઈ ક્રેટા 16,762
મારુુતિ વેગનઆર 16,450
ટાટા પંચ 15,642
મારુતિ સ્વિફ્ટ 12,844
મહિન્દ્રા સ્કોર્પિયો 12,723
મારુતિ બલેનો 12,485
મારુતિ ફ્રોંક્સ 12,387
ટાટા નેક્સન 12,289
   

મારુતિ બ્રેઝાના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
બ્રેઝામાં ન્યૂ જનરેશન K-સીરિઝ, 1.5 ડ્યુઅલ જેટ WT એન્જિન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. એન્જિનને 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. આ એન્જિન 103hp નો પાવર અને 137Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે તેની ફ્યૂલ એફીશિયન્સી પણ વધારવામાં આવી છે. ન્યૂ બ્રેઝાનું મેન્યુઅલ વેરિએન્ટ 20.15 kp/l અને ઓટોમેટિક વેરિએન્ટ 19.80 kp/lની માઈલેજ આપશે. 


તેમાં 360 ડિગ્રી કેમેરા મળે છે. આ કેમેરા ખુબ હાઈટેક અને મલ્ટી ઈન્ફોર્મેશન આપનારો કેમેરા છે. આ કેમેરા કારને 9 ઈંચ સ્માર્ટપ્લે પ્રો પ્લસ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવશે. તેને સુઝૂકી અને ટોયેટા બંનેએ મળીને તૈયાર કરી છે. આ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટ કરે છે. આ કેમેરાની ખાસ વાત એ છે કે કારની અંદર બેસીને જ કારની ચારેબાજુ વિઝ્યુઅલ સ્ક્રીન પર જોવા મળશે. 


કારમાં પહેલીવાર વાયરલેસ ચાર્જિંગ ડોક પણ આપવામાં આવ્યું છે. આ ડોકની મદદથી તમે વાયરલેસ સ્માર્ટફોનને સરળતાથી ચાર્જ કરી શકશો. આ ફાસ્ટ  ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ઓવરહીટથી બચવા માટે પણ સેફ્ટીની પૂરેપૂરી વ્યવસ્થા છે. તેમાં મારુતિના અનેક કનેક્ટિંગ ફીચર્સ પણ મળશે. જે આ કોમ્પેક્ટ SUV ને ખુબ જ શાનદાર અને એડવાન્સ્ડ બનાવે છે.