વેગનઆર, ક્રેટા, પંચ, સ્વિફ્ટ...બધાને છોડી આ કાર ખરીદવા કારપ્રેમીઓની જબરી પડાપડી, નામ જાણી ચોંકશો
ટોપ 10ની યાદીમાં અનેક ચોંકાવનારા ઉલટફેર જોવા મળ્યા. જેમ કે ગત મહિને નંબર 1 પોઝિશન પર જોવા મળેલી મારુતિ અર્ટિગા આ વખતે નંબર 5 પર જોવા મળી. જ્યારે ટાટા નેક્સોન નંબર 4 પર આવી ગઈ. ટોપ 10 કારોની યાદીમાં એસયુવી અને એમપીવી સેગમેન્ટની 7 કારો અને હેચબેક સેગમેન્ટની 3 કાર જોવા મળી. જાણો ટોપ પર કઈ છે કાર....
ભારતીય બજારમાં ગત મહિને એટલે કે નવેમ્બર 2024માં જે કારોની સૌથી વધુ ડિમાન્ડ વધુ રહી તેની યાદી સામે આવી ગઈ છે. ગત મહિને લોકોએ જે કારને સૌથી વધુ ખરીદી તે મારુતિ બલેનો છે. લાંબા સમય બાદ એકવાર ફરીથી બલેનો દેશની નંબર 1 કાર બનવામાં સફળ રહી. જ્યારે હુંડઈ ક્રેટા એકવાર ફરીથી SUV સેગમેન્ટમાં સૌથી ઉપર જોવા મળી. આ દેશની બીજી સૌથી વધુ વેચાતી કાર પણ રહી. ટોપ 10ની યાદીમાં અનેક ચોંકાવનારા ઉલટફેર જોવા મળ્યા. જેમ કે ગત મહિને નંબર 1 પોઝિશન પર જોવા મળેલી મારુતિ અર્ટિગા આ વખતે નંબર 5 પર જોવા મળી. જ્યારે ટાટા નેક્સોન નંબર 4 પર આવી ગઈ. ટોપ 10 કારોની યાદીમાં એસયુવી અને એમપીવી સેગમેન્ટની 7 કારો અને હેચબેક સેગમેન્ટની 3 કાર જોવા મળી.
1. મારુતિ સુઝૂકી બલેનોની દમદાર વાપસી
મારુતિ સુઝૂકીની પ્રીમિયમ હેચબેક કાર બલેનોએ ગત નવેમ્બરમાં જબરદસ્ત વાપસી કરી અને 16,293 યુનિટના વેચાણ સાથે દેશમાં નંબર વન કારનો ખિતાબ મેળવ્યો. બલેનોના વેચાણમાં 26 ટકાનો વાર્ષિક વધારો ગત મહિને જોવા મળ્યો. બલેનોની વાપસીથી હેચબેક સેગમેન્ટમાં પણ બહાર જોવા મળી છે.
2. બીજા નંબરે હુંડાઈ ક્રેટા
હુંડઈ મોટર ઈન્ડિયાની ટોપ સેલિંગ કાર ક્રેટા ગત નવેમ્બર મહિનામાં બીજા નંબરે સૌથી વધુ વેચાયેલી કાર રહી જેના 15,452 યુનિટ વેચાયા. ક્રેટાના વેચાણમાં વાર્ષિક રીતે 31 ટકાનો વધારો થયો.
3. ત્રીજા નંબરે ટાટા પંચ
ટાટા મોટર્સની ટોપ સેલિંગ કાર પંચે ગત મહિને સેલ્સ ચાર્ટમાં સારી એવી છલાંગ લગાવી અને ત્રીજા નંબરે પહોંચી ગઈ. પંચના ગત નવેમ્બરમાં નવા 15,435 ગ્રાહકો નોંધયા અને આ આંકડો 7 ટકાના વાર્ષિક વધારા સાથેનો છે.
4. ટાટા નેક્સોન
ટાટા મોટર્સની સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી નેક્સોનના ગત મહિને 15,329 યુનિટ વેચાયા અને આ નંબર એક વર્ષ પહેલાના સેમ સમયના 14,916 યુનિટની સરખામણીએ 3 ટકા વધુ છે. હાલના મહિનાઓમાં નેક્સોનનું વેચાણ ઘટી ગયું હતું પરંતુ ગત મહિને આ એસયુવીએ સેગમેન્ટની ટોપ સેલિંગ કાર મારુતિ બ્રેઝાને પણ પછાડી દીધી.
5. મારુતિ સુઝૂકી અર્ટિગા
નવેમ્બરમાં મારુતિ સુઝૂકી અર્ટિગા પહેલા નંબરથી ગગડીને પાંચમા નંબરે પહોંચી ગઈ. ગત મહિને અર્ટિગા એમપીવીના 15,150 યુનિટ વેચાયા અને આ વાર્ષિક રીતે 18 ટકાના વધારા સાથે છે.
6. મારુતિ સુઝૂકી બ્રેઝા
ભારતમાં સબ-4 મીટર એસયુવી સેગમેન્ટની ટોપ સેલિંગ કાર રહેલી મારુતિ સુઝૂકી બ્રેઝાને નવેમ્બરમાં 14,918 ગ્રાહકોએ ખરીદી અને આ આંકડો વાર્ષિક રીતે 11 ટકાના વધારા સાથે છે.
7. મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ
મારુતિ સુઝૂકીની ફ્રોન્ક્સના નવેમ્બરમાં 14,882 યુનિટ વેચાયા અને આ 51 ટકાના વાર્ષિક વધારા સાથેનો આંકડો છે. મારુતિ ફ્રોન્ક્સનું વેચાણ હાલના મહિનાઓમાં ઘણું વધ્યું છે.
8. મારુતિ સુઝૂકી સ્વિફ્ટ
મારુતિ સુઝૂકીની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટના નવેમ્બરમાં 14,737 યુનિટ વેચાયા છે. અને આ નંબર વાર્ષિક સ્તરે 4 ટકાના ઘટાડા સાથેના છે.
9. વેગનઆર
મારુતિ સુઝૂકીની બજેટ હેચબેક વેગનઆરના નવેમ્બરમાં 13,982 ગ્રાહકો નોંધાયા. સેલ્સનો આ આંકડો 16 ટકાના વાર્ષિક ઘટાડા સાથેનો છે.
10. મહિન્દ્રા સ્કોર્પિયો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્કોર્પિયો સિરીઝમાં સ્કોર્પિયો એન અને સ્કોર્પિયો ક્લાસિકના નવેમ્બરમાં 12,704 યુનિટ વેચાયા છે. જે વાર્ષિક 4 ટકાના વધારા સાથેના છે.