ટાટા મોટર્સે ડિસેમ્બર 2023માં કમાલ કરી દેખાડ્યો. કંપનીની એક કાર લોકોને એટલી બધી ગમી ગઈ કે તે ડિસેમ્બરમાં સૌથી વધુ વેચાનારી કાર બની ગઈ. અત્રે જણાવવાનું કે માસિક વેચાણમાં હંમેશા નંબર 1 પર મારુતિની કાર રહેતી હતી પરંતુ આ વખતે ટાટા મોટર્સે બાજી પલટી નાખતા ખેલ પોતાના નામે કરી દીધો. તમને એમ થતું હશે કે કઈ ગાડી  છે તેણે મારુતિના ભૂક્કા બોલાવ્યા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે છે ટાટાની નેક્સોન (Tata Nexon) કાર. ટાટા નેટક્સોન ગત વર્ષ ડિસેમ્બરમાં ફેસલિફ્ટ અવતારમાં લોન્ચ થઈ હતી. જેને ગ્રાહકોનો ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોને નેક્સોનની આ નવી ડિઝાઈન અને અપડેટેડ ફીચર્સ ખુબ પસંદ આવી રહ્યા છે. 


નેક્સોનની વાત કરીએ તો તેણે દેશની મીડલ ક્લાસની મનગમતી કાર રહી ચૂકેલી વેગનઆર કારને પછાડીને નંબર વનનો ખિતાબ મેળવ્યો છે. નેક્સોન પહેલી એવી કોમ્પેક્ટ એસયુવી છે જે મારુતિની કારને નંબર 1 પરથી હટાવી શકી છે. ડિસેમ્બર 2023માં ટાટા મોટર્સે નેક્સોનની કુલ 15284 યુનિટ્સનું વેચાણ કર્યું છે. નવેમ્બરની વાત કરીએ તો તેનું વેચાણ 14916 યુનિટ્સ હતું. નેક્સોનના માસિક વેચાણમાં 368 યુનિટ્સનો વધારો થયો છે. સૌથી વધુ વેચાતી ટોપ 5 કારમાં બીજા નંબરે મારુતિની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર જોવા મળી. જેનું 14012 યુનિટ વેચાણ થયું છે. જ્યારે ત્રીજા નંબર પર ટાટા પંચે પોતાની જગ્યા બનાવી. ટાટાની આ નાની એસયુવી ડિસેમ્બરમાં કુલ 13787 યુનિટ વેચાઈ. ચોથા નંબરે મારુતિની 7 સીટર ગાડી મારુતિ અર્ટિગા રહી જે કુલ 12975 યુનિટ વેચાઈ. જ્યારે પાંચમા નંબર પર મારુતિની કોમ્પેક્ટ એસયુવી બ્રેઝા રહી જેનું કુલ 12844 યુનિટ જેટલું વેચાણ થયું. 


ફેસલિફ્ટ મોડલ બન્યું આકર્ષક
નેક્સોનનું ફેસલિફ્ટ વર્ઝન લોકોને ખુબ ગમી રહ્યું છે. આ કાર અંદર અને બહાર ડિઝાઈન અને ફીચર્સ અપડેટ સાથે આવી રહી છે. કંપનીએ તેને સંપૂર્ણ રીતે નવું ફ્રન્ટ ફિસેયા આપ્યું છે જેનાથી તેનો લુક પહેલેથી જ દમદાર બની ગયું છે. તેમાં નવી ડિઝાઈનના સ્પ્લિટ એલઈડી હેડલાઈટ સેટઅપ, રિડિઝાઈન ફ્રન્ટ અને બેક બંપર તથા નવા એલઈડી ટેલ લાઈટ સેટઅપ અપાયા ચે. કંપનીએ ફક્ત કારને બહારથી જ નહીં પરંતુ ઈન્ટિરિયરને પણ સંપૂર્ણ રીતે અપડેટ કર્યું છે. કારની અંદર હવે નવું 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, નવું ડેશબોર્ડ  લેઆઉટ અને નવું ઈન્ટિરિયર કલર મળે છે. 


ટાટા મોટર્સ પોતાના સારા બિલ્ડ ક્વોલિટીવાળી કારો માટે જાણીતી છે. કંપનીએ નેક્સોનમાં પણ ક્વોલિટી અને સેફ્ટી ફિચર્સનું ધ્યાન રાખ્યું છે. નેક્સોન ટાટા મોટર્સના ALFA પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમાં ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેંગ્વેજનો ઉપયોગ કરાયો છે. ટાટા મોટર્સ પોતાના આલ્ફા પ્લેટફોર્મનો ઉપયોગ અલ્ટ્રાઝ હેચબેકમાં પણ કરી રહી છે. આ પ્લેટફોર્મની સાથે બંને કારો ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ લાવવામાં સફળ રહી છે. ભારતમાં થનારા એનસીએપી ક્રેશ ટેસ્ટમાં પણ નેક્સોનને 5 સ્ટારનું સેફ્ટી રેટિંગ મળ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 


કિંમત
ટાટા નેક્સોન ફેસલિફ્ટની કિંમત 8.10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત 15.50 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય ચે. કંપનીએ તેને ચાર વેરિએન્ટ સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ, અને ફીયરલેસ સાથે કુલ 7 કલર ઓપ્શનમાં અવેલેબલ કર્યા છે. નેક્સોનનો સીધી મુકાબલો હોન્ડા એલિવેટ, કિયા સોનેટ, હુંડઈ વેન્યુ અને મારુતિ બ્રેઝા સાથે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube