પૈસા રાખો તૈયાર, આગામી મહિનાઓમાં આવી રહી છે 3 નવી 7-સીટર ડીઝલ કાર, જાણો વિગત
Car Market : છેલ્લા કેટલાક સમયથી દેશમાં 7-સીટર કારના વેચાણમાં સતત વધારો જોતા હવે ટોયોટા, હ્રુન્ડાઈ, કિયા અને એમજી મોટર્સે ચાલુ નાણાકીય વર્ષમાં નવી સેવન સીટર કાર લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ કાર તમારી મનપસંદ બની શકે છે.
Automobile : જો તમે પણ મોટા પરિવાર માટે નવી 7-સીટર કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 7 સીટર કાર ગ્રાહકોને ખુબ પસંદ આવી રહી છે. આ સેગમેન્ટમાં મારૂતિ સુઝુકી અર્ગિટા વેચાણમાં સૌથી આગળ ચાલી રહી છે. જ્યારે મહિન્દ્રા સ્કોર્પિયો અને બોલેરો પણ 7-સીટર સેગમેન્ટમાં સૌથી વધુ વેચાનારી કારમાંથી એક છે. આ સેગમેન્ટમાં વેચાણમાં સતત વધારો જોતા ટોયોટા, હ્યુન્ડાઈ અને એમજી મોટર્સ જેવી મોટી કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં નવી 7-સીટર કાર લોન્ચ કરવા જઈ રહી છે. નોંધનીય છે કે આ અપકમિંગ કાર ડીઝલ એન્જિનથી લેસ હશે. તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો તો આ કારો તમારા માટે બેસ્ટ છે. તમે જો નવી કાર ખરીદવા માગો છો તો થોડી રાહ જુઓ અને આ કારની ખરીદી કરી શકો છો.
Toyata Fortuner Mild Hybrid
ટોયોટા ફોર્ચ્યુનર કંપની સૌથી પોપુલર એસયુવી છે. આ એસયુવીમાં ગ્રાહકોને ઈન્ટીગ્રેટેડ 48-વોલ્ટ માઇલ્ડ હાઇબ્રિડ એન્જિન મળી શકે છે. અપકમિંગ એસયુવી આવવાથી વર્તમાન ડીજી સિરીઝ ડીઝલ એન્જિનવાળી ગાડીના પરફોર્મંસમાં સુધાર થવાની સંભાવના છે. પરંતુ કંપનીએ તેની લોન્ચ ડેટને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હવે આગામી દિવસોમાં આ કાર લોન્ચ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Cheapest Plan: જિયોનો સસ્તો પ્લાન, કંપની ગ્રાહકોને આપી રહી છે કેશબેક ઓફર, જાણો વિગત
Hyundai Alcazar Facelife
હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિસ્ટને મળી રહેલી સફળતા બાદ કંપની પોતાની પોપુલર એસયુવી અલ્કાઝારને ફેસલિફ્ટ વર્ઝનમાં લોન્ચ કરવા જઈ રહી છે. અપકમિંગ એસયુવીમાં લેવલ-2 ADAS ટેક્નોલોજી આપવામાં આવી શકે છે. પરંતુ કારના પાવરટ્રેનમાં કોઈ ફેરફારની સંભાવના જોવા મળી રહી નથી.
MG Gloster Facelift
એમજી મોટરે તાજેતરમાં જેએસડબ્લ્યુ ગ્રુપની સાથે સમજુતી કરી છે. હવે કંપની પોતાની પોપુલર એમજી ગ્લોસ્ટર ફેસલિફ્ટને આ વર્ષે લોન્ચ કરવા જઈ રહી છે. અપકમિંગ એસયુવીમાં વર્તમાન 2.0 લીટર 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હશે જે 161bhp નો મહત્તમ પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. આ કાર તમને ઘણા ફાયદાઓ આપી શકે છે. જો તમે આગામી સમયમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.